International

વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફામાં પણ છે એક ખામી, જાણો શું છે એ..

દુબઈ એ વિશ્વના સૌથી સુંદર ફરવાલાયક સ્થળોમાંથી એક છે. અહિયાં રણથી લઈએ મોટી મોટી ઇમારતો જેવી ઘણીબધી વસ્તુઓ છે જે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે. પણ દુબઈ સ્થિત બુર્જ ખલીફા ઇમારત એ વિશ્વમાં સૌથી વધુ ફેમસ છે. કાચની ચકચકિત આ બિલ્ડિંગ વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ છે. તેની લંબાઈ 830 મીટર ઊંચી છે. આ ઇમારતમાં બધી સુવિધાઓ આપવામાં આવી છે. જો કે તેમ છતાં પણ આ ઇમારતમાં એક કમી છે જેના લીધે હમેશાં તેની પર સવાલ કરવામાં આવતા હોય છે.

બુર્જ ખલીફા આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ અલગ અને અનોખું છે. આ છે દુબઈની ઓળખ. આ 830 મીટર ઉંચી ઈમારતને દુનિયાભરના લોકો જાણે છે. આ ઇમારતની સૌથી મોટી ખામી તેની ગટર વ્યવસ્થા છે. અહિયાં જાણીજોઇને ગટર વ્યવસ્થા આપવામાં આવી નથી. જો ગટર વ્યવસ્થા ગોઠવવામાં આવી હોત તો પ્રોજેક્ટનો ખર્ચ વધુ થાત.

આ બિલ્ડીંગમાં ગટર વ્યવસ્થા ન હોવાથી તેની ગટર શુદ્ધિકરણ પદ્ધતિ ઘણી જૂની અને ‘ગંદી’ છે. દરરોજ ચમકતા ભવ્ય ટાવરની સફાઈ કરતી ટ્રકોની કતાર અને ઈમારતનું ગટરનું પાણી ટ્રકોમાં ભરવામાં આવે છે. અહીંથી આ કચરો શહેરમાંથી બહાર કાઢવામાં આવે છે. હવે તમે વિચારતા જ હશો કે ગંદા પાણીની જોગવાઈની ખાતરી કર્યા વિના કોઈ ગગનચુંબી ઈમારત પર 1.5 બિલિયન ડોલર કેવી રીતે ખર્ચી શકે?

મળતી માહિતી મુજબ, હાલમાં અહીં 35000 લોકો રહે છે. આવી સ્થિતિમાં દરરોજ 15 ટન ગંદકી પેદા થાય છે. જ્યારે બુર્જ ખલીફાનું કામ પૂર્ણ થયું, ત્યારે દુબઈ 2008ની આર્થિક કટોકટીની અસરોમાંથી બહાર આવી રહ્યું હતું. તેથી, તે નક્કી કરવામાં આવ્યું હતું કે તેને શહેરની પહેલેથી જ મુશ્કેલીમાં મુકાયેલી ગટર વ્યવસ્થામાં ઉમેરવાનો ખર્ચ એ નાણાંનો બિનજરૂરી બગાડ હતો. ઉત્પાદકોને ખાતરી હતી કે દરરોજ કચરો બહાર કાઢવો એ ગટર વ્યવસ્થાને સુધારવા કરતાં સસ્તો વિકલ્પ હશે.

આ બિલ્ડિંગની બીજી એક રસપ્રદ વાત એ છે કે તે બનતી હતી ત્યારે તેનું નામ બુર્જ દુબઈ હતું પણ નિર્માણમાં નાણાકીય મદદ કરવાવાળા સયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયેદ અલ નાહયાનના સન્માનમાં ઉદ્ઘાટન સમયે આ બિલ્ડિંગનું નામ બુર્જ ખલીફા કરવામાં આવ્યું. આ બિલ્ડિંગની લિફ્ટ 65 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલે છે અને તેને 124માં માળે પહોંચવા માટે ફક્ત 2 મિનિટ લાગે છે.