બસ ચલાવતી વખતે ડ્રાઈવર અચાનક બેહોશ થઈ ગયો, તે સમયે 42 વર્ષીય મહિલાએ જીવનમાં પહેલીવાર બસ ચલાવી લોકોનો જીવ બચાવ્યો,
પુણેમાં ફૂલ સ્પીડમાં જતી મિનીબસનો ડ્રાઈવર અચાનક બેહોશ થઈ ગયો જેનાથી બસ બેકાબૂ બની ગઇ.જેના કારણે બસમાં બેઠેલા મોટાભાગના મુસાફરો ગભરાઈ ગયા હતા.પરંતુ આ મુસાફરોની વચ્ચે બેઠેલી એક મહિલાએ આશ્ચર્યજનક કારનામુ કર્યું.
હકીકતમાં,પુણેના વાઘોલીની 42 વર્ષીય મહિલા યોગિતા સાતવ ડ્રાઈવરને બેહોશ જોઈને તરત જ પોતાની સીટ પરથી ઊભી થઈ ગઈ અને બસનું સ્ટેરિંગ કાબૂમાં લઈ લીધું.નવાઈની વાત એ છે કે જીવનમાં પહેલીવાર તેમણે બસનું સ્ટેરિંગ હાથમાં લીધું અને તમામ મુસાફરોના જીવ બચાવ્યા.
યોગિતા સાતવે લગભગ 25 કિમી સુધી મિની બસ ચલાવી હતી.તેમણે હોસ્પિટલમાં ડ્રાઈવરની સારવાર સુનિશ્ચિત કરી,જેનાથી તેમનો જીવ બચી ગયો.આ ઘટના 7 જાન્યુઆરીએ બની હતી.યોગિતાનો બસ ચલાવતી વખતનો વીડિયો આજે પણ ઈન્ટરનેટની દુનિયામાં છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાખો વખત જોવામાં આવ્યો છે.
તેને યુટ્યુબ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો જોયા બાદ દરેક લોકો યોગિતાના જોરદાર વખાણ કરી રહ્યા છે.તે જ સમયે,બસમાં હાજર લોકો એ વાતનો પણ આભાર માની રહ્યા છે કે યોગિતાના કારણે તેઓ અકસ્માતનો ભોગ બનતા બચી શક્યા.