health

ઠંડીની ઋતુમાં ગોળ ખાવાથી વધારે વજન સહિત આ સમસ્યા થાય છે દુર

શિયાળાની શરૂઆત થાય કે લોકોના ઘરમાં વિવિધ પ્રકારના પાક બને છે. તેમાંથી મોટાભાગની વાનગીઓ એવી હોય છે જેમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે. શિયાળામાં તમે જોયું હશે કે ગોળ નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તેની પાછળ પણ એક ખાસ કારણ જોડાયેલું છે.

આમ તો ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે સારો જ છે. કારણ કે ગોળ શરીરને લાભ કરે છે અને ખાંડથી નુકસાન થાય છે. પરંતુ વાત શિયાળાની હોય તો શિયાળા દરમિયાન ગોળ ખાવાથી શરીરને વિશેષ લાભ થાય છે. ગોળની વાત કરીએ તો ગોળની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ આયર્ન જેવા સ્ત્રોત ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. આ સિવાય શિયાળા દરમિયાન જો તમે ગોળનું સેવન કરો છો તો તેનાથી શરીરને આ પાંચ મોટા ફાયદા થાય છે.

1. પહેલો ફાયદો એ છે કે ગોળની તસવીર ગરમ હોય છે. તેથી શિયાળામાં જે શરદી અને ઉધરસ વારંવાર થઈ જાય છે તેને મટાડવામાં ગોળ મદદ કરે છે. ગોળનું સેવન કરવાથી શરદી ઉધરસ થી રાહત મળે છે. જો તમને શરદી અને ઉધરસ થયા હોય તો ગોળ અને આદુને મિક્સ કરીને લેવાથી તુરંત જ રાહત મળે છે.

2. શિયાળા દરમિયાન લીવર સંબંધિત સમસ્યાઓ વધી જતી હોય છે. તેવામાં લીવરથી ઝેરી પદાર્થને બહાર કાઢવા માટે અને તેના કાર્યને બરાબર કરવા માટે પણ ગોળ મદદ કરે છે. ગોળ યુક્ત આહાર નું સેવન કરવાથી લીવરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે અને લાભ થાય છે.

3. ગોળમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જેનું સેવન કરવાથી પાચન શક્તિ બરાબર રહે છે. નિયમિત રીતે ગોળનું સેવન કરવાથી કબજિયાતની તકલીફ પણ મટે છે. જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમણે ગોળનો ઉપયોગ વધારે કરવો જોઈએ તેનાથી કબજિયાતની તકલીફ મટે છે.

4. શરીરનું મેટાબોલિઝમ સુધારવા માટે પણ ગોળ મદદરૂપ થાય છે. જો તમે વધારે વજનથી પરેશાન હોય અને વજન ઘટાડવું હોય તો ખોરાકમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો. ગોળનો ઉપયોગ કરવાથી વધારે ખાવાની ઈચ્છા થતી નથી અને વજન કંટ્રોલમાં રહે છે.