AhmedabadGujaratMadhya Gujarat
Trending

અમદાવાદના યુવકે કહ્યું: બહેનો ભ્રષ્ટ સરકાર પર આશા ન રાખે, રાત્રે ઘરે જતા ડર લાગે તો મને કોલ કરજો હું મદદે આવીશ

Ahmedabad youth says: Sisters should not trust corrupt government, call me if you scared to go home at night. I will come to help you.

અમદાવાદ: સમગ્ર દેશમાં હાલ હૈદરાબાદમાં થયેલ બળાત્કારની ઘટના મામલે રોષ નો માહોલ છે.દેશભરમાં રોજ રોજ બનતી બળાત્કારની ઘટનાઓથી મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે.હૈદરાબાદ બળાત્કાર મામલે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોલીસ તેમજ સરકારનો વિરોધ કરી રહ્યા છે.

હૈદરાબાદ બાદ ગુજરાતમાં પણ 3 જેટલા બળાત્કારના કેસ સામે આવ્યા હતા જેમાં વડોદરા કેસના આરોપીઓને હજુ પોલીસ પકડી શકી નથી ત્યારે લોકોનો પોલીસ પ્રત્યે પણ રોષ વધી રહ્યો છે. આવામાં અમદાવાદનો એક યુવક બહેન-દીકરીઓની રક્ષા માટે મેદાને આવ્યો છે.

 

અમદાવાદના રહેવાસી જૈનિશ શુક્લ એ પોતાના ફેસબુક પેજ પર જણાવ્યું છે કે, હું અમદાવાદમાં રહેતી બહેનો ને કંઈક કહેવા માંગુ છું.જો તમને મોડી રાત્રે ટ્યુશન,નોકરી અથવા કોઈ પણ કામ પરથી ઘરે જતા ડર લાગે તો મારો સંપર્ક કરી શકો છો. જૈનિશે જણાવ્યું કે મારી પાસે મોટરસાઇકલ છે એટલે કોલ કર્યા બાદ ગણતરીની મિનિટમાં જ હું સ્થળ પર મદદ કરવા પહોંચી જઈશ.જૈનિશ શુક્લએ પોતાનો મોબાઈલ નંબર (9265132889) પણ જાહેર કર્યો છે જેથી અમદાવાદની કોઈ પણ બહેન-દીકરી મદદ માટે કોલ કરી શકે છે.

 

જૈનિશે સરકાર અને નેતાઓ પર ગુસ્સો ઠાલવતા કહ્યું કે, બહેન-દીકરીઓએ ભ્ર્ષ્ટ સરકાર, નેતાઓ, રાજકીય પાર્ટીઓ તેમજ પોલીસના ભરોસે ન રહેવું જોઈએ. આપને જણાવી દઈએ કે જૈનિશ શુક્લ અમદાવાદના શાહીબાગ વિસ્તારના રહેવાસી છે અને તેઓ જીમ ના માલિક છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર સામાજિક બાબતો પર અવાજ ઉઠાવતા રહે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે