AhmedabadGujarat

અમદાવાદ-લીંબડી હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 5 ના મોત, ગુજરાતી મીડિયાના મેકઅપ આર્ટિસ્ટનો આખો પરિવાર ખતમ

અમદાવાદ લીંબડી હાઈવે પર સવારના સમયે કાર અને ટ્રક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ 5 લોકોના મોત થઇ ગયા હતા. દેવપરા ગામના પાટીયા પાસે સર્જાયેલ આ અકસ્માતમાં કારમાં સવાર 10 લોકોમાંથી પાંચના મોત થયા હતા. અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના પરિવારના 5 લોકોનાં મોત થયા છે.અમદાવાદનો પરિવાર સોમનાથ દર્શને જઈ રહ્યો હતો ત્યારે જ આ અકસ્માત નડ્યો હતો.અકસ્માતમાં ગુજરાતી મીડિયાના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ નાગેન્દ્ર બોડુ ઉર્ફે અન્ના ના પરિવારના પાંચ લોકોમાંથી ચાર ના મોત થઇ ગયા હતા. અકસ્માતમાં 2 મહિલા અને 3 પુરુષ નો સમાવેશ થાય છે.

પરિવાર ઈનોવા કારમાં પ્રવાસે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. મૃતકોમાં બે મહિલા અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. નાગેન્દ્ર ઉર્ફ અન્ના ની પત્ની,બહેન, બનેવી,તેમજ ભાણેજ નું મોત નીપજ્યું છે જયારે નાગેદ્રને ઈજાઓ થતા હાલ સારવાર હેઠળ છે.