ટ્રક સાથે અથડાઇ જાનૈયાઓની કાર, વરરાજા અને સંબંધીનું મોત
યુપીના બલરામપુર જિલ્લાના દેહત વિસ્તારમાં આજે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. બહરાઈચ-બલરામપુર નેશનલ હાઈવે પર, જાનૈયાઓથી ભરેલી કાર એક ટ્રક સાથે અથડાતાં બોલેરોમાં સવાર વરરાજા સહિત બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને લખનૌ રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માત બલરામપુર-બહરાઈચ હાઈવે પર ચકવા ગામ પાસે થયો હતો.
રામપુર જિલ્લાના શાહબાદ પોલીસ સ્ટેશનના ગામ મધુકરનો રહેવાસી 22 વર્ષીય વરરાજા સતપાલ ની જાન ગોરખપુર જઈ રહી હતી.સોમવારે સવારે બલરામપુર-બહરાઇચ હાઇવે પર કોતવાલી દેહત પોલીસ સ્ટેશન વિસ્તારના ચકવા ગામ પાસે તેમની કાર રોડની કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં વરરાજા સતપાલ અને તેના સંબંધી હોરીલાલના મોત થયા હતા, જ્યારે રામ ભરોસે, લક્ષ્મી, રજની, દેવકીનંદન અને સૂરજપાલ સહિત સાત લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો. પોલીસની મદદથી ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી છ લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.