Ajab GajabInternational

ગાડીમાં બંધ થઇ ગઈ રાણી મધમાખી, 2 દિવસ સુધી અઢળક મધમાખીઓ ચોટેલી રહી ગાડીને..

બ્રિટનથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીંયા લગભગ 20હજાર મધમાખીએ એક ગાડીનો અમુક કલાકો નહિ પણ અમુક દિવસો સુધી પીછો કર્યો. આટલી બધી મધમાખીઓએને ગાડીનોપીછો કરતા જોઈને ત્યાંના આસપાસના લોકો પણ ખુબ હેરાન થઇ ગયા હતા. પહેલા દિવસેતો તેમને ભગાડવા માટે તેમણે મધમાખીની ખેતી કરવાવાળા લોકોની મદદ લીધી. પણ મધમાખીઓ  તૈયાર હતી નહિ તે ફરીથી એ જ ગાડીનો પીછો કરે છે.

જો તમને લાગતું હોય કે તે મધમાખીઓને કાર પ્રત્યે પ્રેમ છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. વાસ્તવમાં, તેની રાણી મધમાખી તે કારની અંદર ફસાઈ ગઈ હતી, જેના કારણે મધમાખીઓનું એક મોટું ટોળું તેની સુરક્ષા માટે કારની પાછળ જઈ રહ્યું હતું. તે મધમાખીઓની મજબૂત વસાહત વ્યવસ્થા છે કે આ બધી મધમાખીઓ ત્યાંથી ખસવા તૈયાર ન હતી.

ગાડીના ચાલકને અંદાજો પણ હતો નહિ કે તેની ગાડીની પાછળ હજારો મધમાખીઓ પડી છે. તે પોતાની ગાડીને પાર્ક કરીને શોપિંગ કરવા જાય છે. જયારે તે પરત આવે છે તો તેમને ગાડીના પાછળના ભાગમાં મધમાખીઓ ચોટેલી દેખાય છે. પછી મધમાખી ભગાડવાવાળાની મદદથી તેને ભગાડવામાં આવે છે.

તે પછી મધમાખી ઉછેરે પોતાની રીતે કારમાંથી મધમાખીઓના ઝૂંડને કાઢીને એક બોક્સમાં મૂકી દીધા. તે દિવસે મધમાખીઓ જતી રહી. પરંતુ બીજા દિવસે તરત જ લગભગ 20 હજાર મધમાખીઓનું ઝુંડ ફરીથી આવીને તે કાર પાસે અટકી ગયું.નિષ્ણાતોના મતે, જ્યારે મધમાખીઓની વસાહત મધપૂડોમાં ફેરફાર કરે છે, ત્યારે સમગ્ર મધમાખીઓ રાણી મધમાખીને અનુસરે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રાણી મધમાખી કારમાં ક્યાંક ફસાઈ ગઈ હોવાને કારણે, આ ટોળું 2 દિવસ સુધી કારની પાછળ ફરતું હતું. આ માટે કાર્ડની મદદથી રાણી મધમાખીને કાઢવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.