India

CarryMinati નો રેકોર્ડબ્રેક વિડીયો યુટ્યુબે ડીલીટ કરતા ચાહકોમાં રોષ, ટ્વીટર પર ચાહકોએ યુટ્યુબ ને આડેહાથ લીધું

આજકાલ યુવાનોમાં ભારે ચર્ચા થઇ રહી હોય તો તે છે યુટ્યુબ vs ટીકટોક. યુટ્યુબ સ્ટાર કેરી મીનાટી એ ટિકટોક અંગે એક વિડીયો બનાવ્યો હતો જે લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો. carry minati એટલે કે અજય નગર નામનો આ 20 વર્ષીય યુવક યુવાનો સહીત દરેક વર્ગના લોકોમાં ખુબ જ પ્રસિદ્ધ છે. યુટ્યુબ પર તેના 16 મિલિયન Subscribers છે અને તેના દરેક વિડીયો લાખો-કરોડો લોકો જોતા હોય છે.

થોડા દિવસ અગાઉ કેરી મીનાટી એ ટિકટોક સ્ટાર આમિર સિદ્દીકી વિશે એક વિડીયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો જે લોકોને એટલો પસંદ આવ્યો હતો કે ગણતરીના કલાકોમાં જ આ વીડિયોએ યુટ્યુબના અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. જો કે, ગઈકાલે યુટ્યુબ દ્વારા આ વિડીયો ડીલીટ કરી દેવામાં આવ્યો છે. યુટ્યુબે પોલિસી વાયોલેશન નું કારણ આપીને આ વિડીયો ડીલીટ કર્યો છે. વિડીયો ડીલીટ થતા કેરી મીનાટી ના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કેરી મીનાટી ના એ વિડીયો એ યુટ્યુબ ના આટલા રેકોર્ડ તોડ્યા હતા.

  • Fastest Indian Video to 1M likes (2Hrs)
  • Fastest Indian Video to 2M likes (5Hrs)
  • Fastest Indian Video to 3M likes (9 Hrs)
  • Fastest Indian Video to 4M likes (17 Hrs)
  • Fastest Indian Video to 5M likes (22 Hrs)
  • Most Liked Indian Video in first 24 Hours (5.2M)
  • 2nd Most Liked Video in the World in first 24 Hours (5.2M)
  • 4th Most Liked Indian Video on YouTube
  •  2nd Most Commented Indian Video on YouTube (451K)
  • Most Comments on an Indian Video in first 24 Hours (451K)
  • Most Subscribers Gain in 24 Hours (1.3M)
  • 8th Most Viewed Indian Video in first 24 Hours (19.96M)

ટ્વીટર પર આજે સવારથી જ કેરી મીનાટીના સપોર્ટમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભારતના ટોપ 10 ટ્રેડનમાંથી 6 ટ્રેન્ડ તો કેરી મીનાટીના સમર્થનમાં છે.