health

કેમિકલવાળા શેમ્પુની જગ્યાએ આ કુદરતી શેમ્પુનો ઉપયોગ કરો, તમારા વાળ આજીવન મજબૂત રહેશે…

નમસ્કાર મિત્રો,આપણે જોઈએ તો આજકાલ લોકોને વાળની સમસ્યા વધતી જાય છે,ફક્ત મોટા માણસો જ નહીં પરંતુ બાળકોમાં પણ આ સમસ્યા વધતી જતી જોવા મળે છે.આ માટે અમે તમારી જોડે ઉપયોગી માહિતી શેર કરીશું,જો અમારી આ માહિતી પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરજો.તો ચાલો જાણીએ.

આજે આપણે એક એવી વનસ્પતિ વિશે જાણીશું,જે દરેક માટે ઉપયોગી છે.આ વનસ્પતિને આપણે કુદરતી શેમ્પૂ અને કુદરતી સાબુ રૂપે વર્ષોથી ઉપયોગ કરીએ છીએ.આ વનસ્પતિને આપણે અરીઠાથી ઓળખીએ છીએ.આ વનસ્પતિ ખૂબ જાણીતી છે.તો ચાલો આ વનસ્પતિના ઉપયોગો જાણીએ.

સૌથી પહેલા જોઈએ તો જો કોઈને સાપ કરડયો હોય અથવા કોઈ પણ પ્રકારનું ઝેર ચડ્યું હોય તો તેઓને સૌથી પહેલા 1 ચમચી અરિઠાનું પાણી પીવડાવવું જોઈએ.જેનાથી ઉલ્ટી થશે,વારંવાર ઉલ્ટી કરે એ રીતે થોડાક સમયે પીવડાવતા રહો જેથી ઝેર અંદર હ્રદય સુધી ન પહોંચે.દર્દીને પહેલા દવાખાને જ લઈ જવો પરંતુ દવાખાને પહોંચે એ પહેલા આ પ્રાથમિક સારવાર કરી શકો છો.

સૌથી મહત્વનો ઉપયોગ જોઈએ તો માથાના વાળ ધોવા માટે સૌથી પહેલા અરીઠાની 2 છાલ લેવી, ત્યારબાદ આ છાલને રાત્રે પલાળી દો, અને સવારે આ પાણીથી માથું ધોઈ લો,મિત્રો આ પ્રયોગ કરવાથી માથાના વાળ એકદમ મસ્ત થઈ જશે, બીજું કે સ્નાન કરો એના કલાક પહેલા માથામાં તેલ નાખી પછી આ પાણીથી માથું ધોઈ શકો છો.

આ પાણીથી માથું ધોવાથી વાળ મજબૂત રહેશે.આ પાણી શરીર પર પણ ઘસી શકો છો. નોંધ : જો કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તેમની યોગ્ય સલાહ પછી જ આ ઉપયોગ કરવો જોઈ,આ માહિતી અમે ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરીએ છીએ,આ અંગે અમે કોઈ પુષ્ટિ કરતા નથી.