South GujaratGujaratSurat

સુરત માં CGST ના આસિસ્ટન્ટ કમિશનરની પુત્રીનો આપઘાત, સુસાઈડ નોટમાં લખ્યું એવું કે….

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે આવા જ સમાચાર  સુરતના અડાજણ વિસ્તાર થી સામે આવ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં સૌરભ પોલીસ ચોકી નજીક બી.ટેક માં અભ્યાસ કરનાર વિદ્યાર્થિની દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 20 વર્ષીય વિદ્યાર્થિની દ્વારા નાપાસ થવાના ટેન્શનમાં આવીને આપઘાત કરી લેવામાં આવ્યો છે. મારા મૃત્યુ માટે કોઈને જવાબદાર માનતા નહીં તથા જો મેં વધુ મહેનત કરી હોત તો એવી અંગ્રેજીમાં સુસાઇડ નોટ લખીને વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે.

તેની સાથે વિદ્યાર્થીનીની વાત  કરીએ તો તેનું નામ મનઉશ્રી કે વેક્ટસન નાયકર રહેલ હતું. તે સ્કેટ કોલેજમાં બી ટેક નો અભ્યાસ કરી રહી હતી. ગઈ કાલ સાંજ ના ઘરે પ્લાસ્ટિકની બેગ માથે પહેરીને બેગ બંધ કરી તેના દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો.  જેની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી હતી.

આ સુસાઈડ નોટમાં તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ;મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર રહેલ નથી, તમને બંનેને અભિમાન થાય તેવું મેં કોઈ કામ કરેલ નથી. જો મેં વધારે મહેનત કરી હોત તો પરિણામ કંઈ બીજું આવતું..હું ભારણ બનવા ઇચ્છતી નથી. આગામી સેમેસ્ટર ની ફી પરત મળી જાય તે માટે કાગળિયાની પ્રિન્ટ પણ કાઢીને રાખી છે.

તમને જણાવી દઈએ કે, મૃતક વી મનઉશ્રીના પિતાની વાત કરીએ તો તે મુંબઈમાં જીએસટી વિભાગ માં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ રહેલ છે. મૃતકને અન્ય એક ટ્વિન્સ બહેન રહેલ છે. વી મનઉશ્રી દ્વારા થોડા સમય પહેલાં જ બી ટેકના સેમેસ્ટર ની પરીક્ષા આપવામાં આવી હતી. એવામાં નાપાસ થયા બાદ તે માનસિક તણાવમાં આવી ગઈ હતી. તે કારણોસર તેના દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું.