BollywoodIndia

Tanhaji કરતા ઓછી કમાણી છતાં દીપિકાની “છપાક” ફ્લોપ નહીં, કઈ રીતે જાણો

દીપિકા પાદુકોણ જેએનયુની મુલાકાતે ગઈ હતી તે બાદ તેની ફિલ્મ છપાકનો બહિષ્કાર કરવાની વાતો થઇ હતી. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે છપાક ફિલ્મ ફ્લોપ થઈ છે તો એવું નથી. છપાકના કલેક્શન વિશે વાત કરતાં તમે જાણતા હશો કે આ ફિલ્મે અજય દેવગનના તન્હાજી ધ અનસંગ વોરિયર કરતા ઓછી કમાણી કરી છે. પણ છપાક ફ્લોપ નથી થઇ તેની પાછળના કારણો છે.

છપાક ના બહિષ્કારને લઈને ટ્વિટર પર ઘણું ટ્રેન્ડ થયું હતું, પરંતુ બહિષ્કાર છતાં ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન 4.77 કરોડ રૂપિયા હતું. અજય દેવગણની તન્હાજીની તુલનામાં છપાકે સૌથી ઓછી કમાણી કરી છે તેવી વાતો વહેતી થવા લાગી હતી. જ્યારે તનાજીએ ત્રણ દિવસમાં 60 કરોડની કમાણી કરી હતી,છપાકે ત્રણ દિવસમાં 19.02 કરોડની કમાણી કરી હતી. વિશેષ વાત એ છે કે દીપિકા પાદુકોણની છાપક પર સકારાત્મક શબ્દો મળ્યા, જેના કારણે આ ફિલ્મને ફાયદો થયો.

બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ દીપિકાની છપાકે બોક્સ ઓફિસ પર 32.48 કરોડની કમાણી કરી છે.હવે, ટ્રેડ એનાલિસ્ટ જોગિંદર તુટેજાના જણાવ્યા અનુસાર 35 કરોડ (23 ખર્ચ +12 પીઆર) ના બજેટમાં બનેલી ફિલ્મ છપાકે તેના સ્ટ્રીમિંગ રાઇટ્સથી 23 કરોડ અને તેના મ્યુઝિક રાઇટ્સથી 3 કરોડની કમાણી કરી છે. તુટેજાના અહેવાલ મુજબ, છપાક ની કુલ કમાણી 58.48 કરોડ છે, જે તેના બજેટ કરતા ઘણી વધારે છે.

તો દીપિકા પાદુકોણ દ્વારા નિર્માણિત આ પ્રથમ ફિલ્મને કોઈ નુકસાન થયું નથી. તમને જણાવી દઈએ કે ફિલ્મની વાર્તા એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. અભિનેતા વિક્રાંત મૈસીએ પણ આ ફિલ્મમાં દીપિકા સાથે કામ કર્યું છે.