×
CrimeIndiaInternationalPakistan

ચૌધરી અસલમના મોતની કહાની: પત્નીની માફી માંગી, પ્રાર્થના કરી, અને પછી વિસ્ફોટ થયો

“ધુરંધર 2” ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે અને વિશ્વભરમાં ચર્ચામાં છે. ફિલ્મમાં Sanjay Duttએ પાકિસ્તાની પોલીસ અધિકારી ચૌધરી અસલમનું પાત્ર ભજવ્યું છે, જેને દર્શકો તરફથી ભરપૂર વખાણ મળ્યા છે. જોકે, વાસ્તવિક ચૌધરી અસલમની પત્ની નૂરીનનો દાવો છે કે ફિલ્મમાં તેમના પતિને ખોટી રીતે અને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે.

ફિલ્મમાં પાત્ર અંગે નૂરીનની પ્રતિક્રિયા: નૂરીન કહે છે કે ચૌધરી અસલમ પોતાની ફરજ પ્રત્યે અત્યંત સમર્પિત અધિકારી હતા અને તેમના કાર્યની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ હતી. ફિલ્મમાં બતાવવામાં આવેલા કેટલાક દૃશ્યો, જેમ કે નકલી એન્કાઉન્ટર અથવા નિર્દોષ લોકો પર અત્યાચાર, હકીકતમાં ક્યારેય બન્યા નહોતા. તેમણે ઉમેર્યું કે સંજય દત્તનો અભિનય અને લુક પાત્રને અનુકૂળ છે, પરંતુ ફિલ્મે ચૌધરી અસલમના જીવનનો સાચો અને સંતુલિત પાસો રજૂ કર્યો નથી. તેમના મતે, ફિલ્મ બનાવતા પહેલા પરિવાર, પોલીસ અને નજીકના લોકોની વાત સાંભળવી જોઈએ હતી.

નૂરીન અનુસાર, લ્યારી ઓપરેશન દરમિયાન ભારે ગોળીબાર અને વિસ્ફોટો થયા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે સમગ્ર વિસ્તાર યુદ્ધભૂમિ બની ગયો હતો. મહિલાઓને આગળ રાખવામાં આવતી હતી, જેથી કાર્યવાહી વધુ મુશ્કેલ બની જાય. તે સમયની પરિસ્થિતિ ખૂબ જ જોખમી હતી અને સતત જીવના જોખમ વચ્ચે ઓપરેશન ચાલતું હતું.

બુલેટપ્રૂફ જેકેટ ન પહેરવાનો મુદ્દો:નૂરીન કહે છે કે ચૌધરી અસલમે પોતાના જીવનમાં ક્યારેય બુલેટપ્રૂફ જેકેટ પહેરવાનું પસંદ કર્યું નહોતું. અનેક વખત સમજાવ્યા છતાં તેમણે એ સ્વીકાર્યું નહીં. પરિવાર પર તેના કારણે સતત જોખમ અને દબાણ રહેતું હતું.

2011નો બોમ્બ બ્લાસ્ટ:

2011માં તેમના ઘરે ભીષણ બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં મોટું નુકસાન થયું હતું. આ હુમલાની જવાબદારી Tehrik-i-Taliban Pakistanએ સ્વીકારી હતી. આ ઘટના બાદ પણ ચૌધરી અસલમ પોતાના કાર્યમાં અડગ રહ્યા.

ચૌધરી અસલમનું મોત:

વર્ષ 2014માં આત્મઘાતી હુમલામાં ચૌધરી અસલમનું મૃત્યુ થયું હતું. નૂરીનના જણાવ્યા મુજબ, તે દિવસે તેઓ ઘરેથી નીકળ્યા બાદ થોડા જ સમયમાં વિસ્ફોટ થયો અને તેમની કારને નિશાન બનાવવામાં આવી. આ હુમલો અત્યંત શક્તિશાળી હતો અને તેમને બચાવી શકાયા નહોતા.નૂરીન કહે છે કે તેમના પતિએ જીવનભર દેશ માટે કામ કર્યું, અનેક હુમલાઓનો સામનો કર્યો અને અંતે આતંકવાદી હુમલામાં શહીદ થયા. ફિલ્મમાં તેમના જીવનને યોગ્ય રીતે રજૂ ન કરવામાં આવ્યાનું દુઃખ આજે પણ તેમને છે.

અસલમ ઘરેથી નીકળી ગયો હતો. મેં ટેરેસ પરથી તેને વિદાય આપી હતી. ગયાને લગભગ 10-12 મિનિટ થઈ હશે. આગળ ટોલ હતો. તેણે મને ત્યાંથી ફોન કરીને કહ્યું, “નૂરીન, હું ઈચ્છું છું કે આપણે આજે બીજે ક્યાંક મળીએ.” તે ખરેખર ઘરનો ઉલ્લેખ કરી રહ્યો હતો. તે સમયે અમારા જીવન મુશ્કેલીમાં હતા, અને અમારા ઘણા ઘર હતા. મેં કહ્યું, “મારી તબિયત સારી નથી, આપણે કાલે જઈશું.” પછી તેણે કહ્યું, ખુશ રહેજે, ખુદા હાફિજ”. બસ ત્યાં એક બોમ્બ વિસ્ફોટ થયો. સમાચાર આવતા હતા કે તેણે ઈજાઓ થઇ છે પરંતુ મારા હૃદયે માની લીધું હતું કે ચૌધરી હવે આ દુનિયામાં નથી. 125 કિલો વિસ્ફોટકોથી ભરેલી એક કાર ચૌધરીની કારને ટક્કર મારી હતી તે આત્મઘાતી હુમલો હતો.