રાજકોટના કલેક્ટરે 8 પત્રકારોને ખરીદવા 50-50 હજારના ચેક આપ્યા, પણ દિવ્યભાસ્કરે આખી ગેમ ઉંધી પાડી દીધી
ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ તો ઘણા પકડાય છે જેમાં અધિકારી લાંચ માંગતા હોય છે પણ રાજકોટના કલેકટરે તો પત્રકારોને સામેથી લાંચ આપવાની કોશિશ કરી. રાજકોટ શહેરમાં પ્રજાસત્તાકદિન ની ઉજવણીના કવરેજ માટે કલેકટર રેમ્યા મોહને રાજકોટના આઠ અખબારોના પત્રકારોને લાંચ પેટે 50-50 હજાર રૂપિયાના ચેક આપ્યા હતા. જો કે કલેકટરની ગેમ દિવ્યભાસ્કરના પત્રકારે ઉંધી પાડી દીધી છે.
દિવ્યભાસ્કરે કહ્યું કે અમે કોઈ ન્યુઝ પ્રિન્ટ ,જાહેરાત માટે પૈસા લેતા નથી. પત્રકરે પુરાવા એકઠા કરવા ચેક લીધો હતો અને બાદમાં અધિક કલેકટરેને રૂબરૂ જઈને પરત કર્યો હતો.ભાસ્કરે કલેક્ટરને સંપર્ક કરવાની કોશિશ કરી પણ કલેકટર દ્વારા જવાબ મળ્યો ન હતો.
નાયબ મામલતદાર હિરેન જોશીએ જણાવ્યું કે પત્રકારો તહેવારે અને ચૂંટણી સમયે રોકડ રકમ અહીંથી લઈ જાય છે. તેમને તકલીફ પડતી હોય તો વ્યક્તિગત નામથી ચેક આપવામાં આવ્યો છે તેને બદલે દિવ્ય ભાસ્કરના નામનો અલગથી ચેક બનાવી આપીશું.
દિવ્યભાસ્કરના રિપોર્ટ મુજબ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પહેલાં કલેક્ટર તંત્રે રાજકોટ જિલ્લા દૂધની ડેરી પાસેથી 5 લાખ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસેથી 3 લાખ, રાજકોટ લોધિકા સંઘ પાસેથી 5 લાખ, જસદણ માર્કેટિંગ યાર્ડ પાસેથી 1 લાખ અને અતુલ ઓટો પાસેથી 1 લાખ રૂપિયાનું ફંડ લેવામાં આવ્યું હતું. જો કે આ પૈસ અન્ય ખર્ચ અને પત્રકારોને આપવાના છે એવું જણાવવામાં આવ્યું નહોતું.
દિવ્યભાસ્કર અખબાર ના પત્રકારે ઈમાનદારી દાખવી અને કલેકટરના આવા કામને ખુલ્લું પડ્યું એ બદલ તેમને વધાવવા જોઈએ. જો પત્રકર જ ઈમાનદાર નહીં રહે તો જનતાના પ્રશ્નો નું શું થશે..!