મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ ની તબિયતને લઈને મોટી જાણકારી સામે આવી છે. અનુજ પટેલ કોમામાંથી બહાર આવી ગયા હોવાનું સામે આવ્યું છે. તેની સાથે તેમને વેન્ટિલેટર પરથી પણ હટાવી લેવામાં આવ્યા છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલ દ્વારા અનુજ પટેલ ના તબિયતને લઈને જાણકારી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, 30 એપ્રિલના રોજ અનુજ પટેલ ને બ્રેઈન સ્ટ્રોક આવી ગયો હતો. ત્યાર બાદ પ્રથમ મેંના રોજ અમદાવાદથી એરલીફ્ટ કરી વધુ સારવાર માટે તાત્કાલિક મુંબઈ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તેની સાથે મંગળવારના તેમને ફિઝિયોથેરાપીની સારવાર માટે મુંબઈની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરાશે. કોકિલાબેન હોસ્પિટલમાં તેને 15 દિવસ ફિઝિયોથેરાપીની સારવાર અપાશે. ત્યાર બાદ તેમને અમદાવાદ લવાશે અને બાકીની ટ્રીટમેન્ટ અમદાવાદમાં કરાવવામાં આવશે.
અનુજ પટેલની વાત કરીએ તો તે રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર પણ છે. અનુજ કન્સ્ટ્રક્શન નો બિઝનેસ પણ કરે છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલ છે.