India

11 વર્ષે દંપતીને ત્યાં બાળકનો જન્મ થયો, પણ હોસ્પિટલે ભૂલ કરી અને તેનું મોત થઇ ગયું

વર્ષોથી જે દંપતી બાળકથી વંચિત હોય તેમની લાગણી આપણે સમજી શકીએ પણ એ જ દંપતીને ત્યાં 11 વર્ષે બાળકનો જન્મ થવાનો હોય તો કેવી ખુશીનો માહોલ હોય. સેક્ટર 30 જિલ્લા હોસ્પિટલમાં દંપતી પ્રસુતિ માટે પહોંચ્યા હતા.ઓપરેશન માટે 5 હજાર રૂપિયા જમા કરાવ્યા અને આર્થિક સ્થિતિ સારી નહોતી તો માથાકૂટ બાદ 2 હજાર રૂપિયામાં વાત પુરી થઇ.

શુક્રવારે સવારે દીકરાનો જન્મ થયો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ બાળક સ્વસ્થ છે એવું કહેવાયું હતું. પછી ડોકટરે બાળકને ઈન્જેક્શન આપ્યું અને ત્યારથી તેની તબિયત ખરાબ થવા લાગી અને 3 જ કલાકમાં જ બાળકનું મોત થઇ ગયું.

સંગમ તિવારી અને તેમની પત્ની નેહા તિવારીએ સરકારી હોસ્પિટલમાં બનેલ આ ઘટનાની વાત કરી હતી. સંગમે જણાવ્યું કે પત્નીની સારવાર શરૂઆતથી જ જિલ્લા હોસ્પિટલમાં ચાલતી હતી. ડૉક્ટર બાળકને સ્વસ્થ કહેતા હતા. ઈન્જેક્શન આપ્યા બાદ બાળકની તબિયત ખરાબ થવા લાગી હતી.

પિતાનો આરોપ છે કે બાળક 3 કલાક સુધી તરફડતું હતું. બાદમાં બાળકને લઈને પિતા ચાઈલ્ડ પીજીઆઈ પહોંચ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું. 25 મિનિટમાં ડૉક્ટરોએ તેનું ડેથ સર્ટિફિકેટ પણ આપી દીધું હતું. જો કે પિતા સર્ટિફિકેટ લઈને જિલ્લા હોસ્પિટલ ગયો અને બતાવ્યું તો તેઓએ નકલી ગણાવ્યું.

બાદમાં બેદરકારીનો આરોપ લગાવતા બાળકના પરિવારે હોબાળો કર્યો. પોલીસે પહોંચી અને પછી બાળકની પોસ્ટમોર્ટમ પ્રક્રિયા શરૂ કરાવી. બાળકના પરિવારજનોનો આરોપ છે કે ડૉક્ટર અભિષેક ત્રિપાઠીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી.