સુરેન્દ્રનગર : PUB-G ગેમના કારણે માતા-પિતાએ 15 વર્ષનો પોતાનો માસુમ બાળક ખોવાનો વારો આયો,
આજકાલ ઓનલાઈન ગેમ રમવી બાળકો અને યુવાનો માં એક ફેશન થઇ ગઈ છે એમાં પણ ખાસ કરીને પબ-જી અને ફ્રી-ફાયર જેવી ગેમ બાળકો અને યુવાનોમાં ખુબ જ વધુ પડતી રમાય છે.તમને જણાવી દઈએ કે આ ગેમના કારણે યુવાધનને થતા નુકસાનના પગલે આ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જોકે તે વધુ સમય ચાલ્યો નહતો.આજે આ જ પ્રકારની ઓનલાઈન ગેમ પબ-જી એ એક ૧૫ વર્ષીય બાળક નો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે.
તમને જણાવી દઈએ કે આ ઘટના સુરેન્દ્રનગર જીલ્લાની છે.મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા યશપાલ લિમ્બાડ નામના વિદ્યાર્થીના મૃત્યુથી વિચિત્ર રહસ્ય ઊભું થયું છે.મળતી માહિતી અનુસાર આ વિદ્યાર્થીએ પોતાના ઘરે જ 2 મે ના રોજ આત્મહત્યા કરી લીધી હોવાની વાત છે.15 વર્ષીય યશપાલ લિમ્બાડે ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું છે.યશપાલ લિમ્બાડનો મૃતદેહ ખારવાની પોળ ખાતે આવેલ પોતાના ઘરે ધાબા પર મળ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલ માહિતીના આધારે તમને જણાવી દઈએ કે યશપાલ લિમ્બાડ એ ગાંધીનગરની નજીક આવેલા કુડાસણની સીબીએસઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.પોલીસને એ પણ માહિતી મળી છે કે તેને પોતાના મોબાઈલમાં પબજી રમવાનું ખરાબ વ્યસન હતું. જોકે, આ ઘટના બાદ પોલીસે તેના ફોનની તપાસ કરી હતી અને તેમાં જાણવા મળ્યું હતું કે તેણે છેલ્લે 30 એપ્રિલના રોજ પબજી ગેમ રમી હતી.ત્યાર પછી તેણે પબ-જી ગેમ રમી નહોતી.
અહી ઉલ્લેખનીય છે કે વઢવાણ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી એવા શક્તિસિંહ વાઘેલાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમારી તપાસમાં સામે આવ્યું છે કે યશપાલ લિમ્બાડના માતા-પિતાએ તેને 30 એપ્રિલ બાદ તેના ફોનમાં પબજી ગેમ રમવા દીધી ન હતી. અને તેના કારણે તે ઘણો જ હતાશ થઈ ગયો હતો અને તેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે.એવી માહિતી તેમને પ્રાથમિક તપાસમાં સામે આવી છે.
જોકે,પોલીસની આ પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે આત્મહત્યા કરી ત્યારે યશપાલ લિમ્બાડ પોતાના સ્કૂલના મિત્રો સાથે મોબાઈલ ફોનના ગ્રૂપ ચેટમાં એક્ટિવ રહ્યો હતો. વાઘેલાએ જણાવ્યું હતું કે, તેણે વોટ્સએપ ગ્રૂપમાં પોતાના ક્લાસના મિત્રો સાથે વાતો પણ કરી હતી. યશપાલ લિમ્બાડના ક્લાસના મિત્રોની પૂછપરછ બાદ જ તેની આત્મહત્યાનું ખરું કારણ સામે આવી શકે છે.જોકે હાલની તપાસથી તો શંકા પબ-જી ગેમ નાં રમવા કારણે આત્મહત્યા કરી હોવાની શંકા છે.