Ajab Gajab

છોકરાએ છોકરીને 143 કહ્યું, તો છોકરીએ સામે 399 કહ્યું, છોકરીએ એવું તો શું કહ્યું હશે ? વાંચો આવા અવનવા કોયડા…

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર કોયડા વાંચીશુ. ૧. એક પુલ છે જેમાં માત્ર એક જ ટેક્સી જઈ શકે તેટલી જગ્યા છે પણ એકવાર બંને બાજુથી ટેક્ષી વાળા આવે છે અને બંને પુલ ઉપરથી એકસાથે પસાર થઈ જાય છે, આવું કરી રીતે ?  જવાબ : બંને બાજુથી ટેક્ષી વાળા એટ્લે કે ડ્રાઈવર આવે છે ટેક્ષી નહીં,

૨. એવી કઇ વસ્તુ છે જે છોકરીનું નામ પણ છે અને તેનો શૃંગાર પણ છે,
જવાબ : કુમકુમ ( કંકુ )

૩. એક વૃદ્ધ દંપતી શિમલા ફરવા ગયું, તેને કુલ ૫ દીકરા હતા અને દરેક દીકરાની ૭ બહેન હતી અને દરેક બહેનને ૩-૩ છોકરા હતા, તો બતાવો કુલ કેટલા લોકો મનાલી ફરવા ગયા ?
જવાબ : માત્ર બે જ

૪. ૨૦ ચકલી ૨૦ માળા ૨૦ દિવસમાં બનાવે છે, તો ૧ ચકલી ૧ માળો કેટલા દિવસમાં બનાવશે ?
જવાબ : ૨૦ દિવસમાં

૫. છોકરાએ છોકરીને 143 કહ્યું, તો છોકરીએ રિપ્લાયમા 399 કહ્યું, છોકરીએ એવું તો શું કહ્યું હશે ?
જવાબ : છોકરીએ 399 નું રિચાર્જ કરવાનું કહ્યું,

૬. એક વ્યક્તિએ બાથરૂમમાં જઈ તેની આંખોની વચ્ચોવચ ગોળી મારી દીધી તો પણ લોહી ન નિકળ્યું અને સહીસલામત બહાર નીકળી ગયો, બતાવો કઈ રીતે, જવાબ : કેમ કે તેણે ગોળી અરિસામાં મારી હતી, અવનવા મજેદાર ઉખાણા વાંચી બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.