South GujaratGujaratSurat

સુરતમાં ધોરણ 12 ના વિદ્યાર્થીને અચાનક થયો છાતીમાં દુઃખાવો, સારવાર દરમિયાન મૃત્યુ 

છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક ના કેસમાં આંશિક વધારો જોવા મળ્યો છે. જે એક સમયે મોટી વયના લોકો માટે ચિંતાનો વિષય હતો તે હવે બાળકો સહિત યુવાનોની ચિંતાનો પણ વિષય છે. જ્યારે આજે આવા જ સમાચાર સુરત શહેરથી સામે આવ્યા છે. જેમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું હાર્ટએટેક મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

સુરતના ભીમરાડમાં ઘરે દિવાબત્તી કરતાં સમયે ધોરણ 12 નો  વિદ્યાર્થીને અચાનક છાતીમાં અને માથામાં દુ:ખાવો થયા બાદ ચક્કર આવી જતા બેભાન થઇ ગયો હતો. જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણાના વતની અને ભીમરાડના આકાશ એન્ક્લેવમાં રહેનાર શૈલેષભાઈ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાયનો ધંધો કરે છે. જ્યારે તેમનો 18 વર્ષીય પુત્ર દેવ ધોરણ-12 માં અભ્યાસ કરી રહ્યો  હતો. મંગળવારની સાંજના દેવ ઘરે દીવાબત્તી કરી રહ્યો હતો તે સમયે અચાનક છાતીમાં અને માથામાં દુ:ખાવો થયા બાદ ચક્કર આવતા તે બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ પરિવારજનો દ્વારા દેવને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દેવનું મૃત્યુ  હાર્ટ એટેક ના લીધે થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેવ પરિવારમાં એકનો એક પુત્ર રહેલો હતો. એવામાં એકના એક દીકરા ના મૃત્યુ પરિવારજનોમાં શોકનું મોજ ફરી વળ્યું છે.