Gujarat

રાજ્યના નાગરિકોના હિત માટે સીએમ ભુપેન્દ્ર પટેલે આ મોટો નિર્ણય લીધો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નગરોના નાગરિકોને પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી મળી રહે તેવા અભિગમથી 249 કરોડ રૂપિયા 10 નગરપાલિકાઓ તેમજ 1 મહાનગરપાલિકા માટે પાણી પુરવઠા યોજનાના કામો માટે ફાળવ્યા છે.ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાઓની શહેરી વિકાસ વિભાગ દ્વારા મળેલી વિવિધ પાણી પુરવઠા કામોની દરખાસ્તને સીએમ ભુપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હવે આ નગરપાલિકાઓમાં ફિલ્ટર પ્લાન્ટ,ગ્રેવીટી મેઈન, ભૂગર્ભ સંપ,પંપીંગ મશીનરી, રાઈઝિંગ મેઇન,નળ કનેક્શન અને પંપ રુમ જેવા અનેક કામો સંબંધિત નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 10 નગરપાલિકાઓ તેમજ 1 મહાનગરપાલિકા માટે સમગ્રતયા જે 249 કરોડ રૂપિયા પાણી પુરવઠા યોજનાના કર્યો માટે ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેમાં 116.54 કરોડ રૂપિયા ગાંધીધામને, 5.82 કરોડ રૂપિયા ગોંડલને, 11.46 કરોડ રૂપિયા કેશોદ માટે, 3.92 કરોડ રૂપિયા રાપર, 25.66 કરોડ રૂપિયા જેતપુર-નવાગઢ, 16.52 કરોડ રૂપિયા પોરબંદર-છાયા માટે, 7.52 કરોડ કાલાવાડને, 4.07 કરોડ ભાણવડને, ભુજને 41.61 કરોડ, કુતિયાણાને 1.16 કરોડ અને જુનાગઢ મહાનગરપાલિકાના 9 તેમજ 10 એમ બે વોર્ડ માટે રૂપિયા 14.13 કરોડની રકમનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, નગરો તેમજ મહાનગરોમાં નિયમિત અને પર્યાપ્ત માત્રામાં પાણી પુરવઠો મળતો રહે તેવી પ્રતિબદ્ધતા સાથે નલ સે જલ અંતર્ગત ગુજરાત રાજ્યની 10 નગરપાલિકાઓ સહિતની કુલ 51 નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં રૂપિયા 702 કરોડ પાણી પુરવઠાના વિવિધ કાર્યો માટે ભુપેન્દ્ર પટેલની સરકારે મંજૂર કર્યા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે