સીએમ ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં બાળકોના રાજ્યવ્યાપી રસીકરણનો કરાવ્યો પ્રારંભ, બાળકો સાથે વાતચીત પણ કરી
ગુજરાત સહિત દેશભરમાં આજથી એટલે કે 3 જાન્યુઆરીના રોજ 15 થી 18 વર્ષના બાળકોનું કોરોના વેક્સિનેશનનું મહા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જયારે આ મામલામાં રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સવારે 7.30 કલાકે રાજ્યવ્યાપી વેકસીનેશનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ગાંધીનગર નજીકના કોબા નજીક આવેલી જી.ડી.એમ કોબાવાલા હાઇસ્કુલથી રાજ્યવ્યાપી વેકસીનેશનની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના તરૂણોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો પ્રારંભ ગાંધીનગર ના કોબાની જી. ડી. એમ. કોનાવાલા હાઇસ્કુલથી કરાવવામાં આવ્યો હતો.
CM ભુપેન્દ્ર પટેલ સવારના શાળામાં પહોંચ્યા અને બાળકોના રસીકરણની કામગીરી પણ ચકાસી હતી. મુખ્યમંત્રી દ્વારા બાળકો સાથે વાતચીત પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય શંભૂજી, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
તેની સાથે રાજ્યમાં અંદાજે 35 લાખથી વધુ બાળકોને રસીકરણનો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 73 જેટલી શાળાઓના અંદાજે 20 હજાર બાળકોને રસી આપવામાં આવશે, તેના માટે આરોગ્યકર્મીઓની 50 ટીમ પણ કાર્યરત રહેવાની છે.
રસીકરણના આ મહાઅભિયાનમાં આજે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની 13 શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 થી 18 વર્ષના તમામને વેકસીન આપવા માટે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે રાજ્યમાં 3 થી 9 જાન્યુઆરી સુધી આ મહાઅભિયાનમાં 15-18 વર્ષના બાળકોને વેક્સીન આપવામાં આવશે.