GandhinagarGujarat

કોરોનાની મહામારી વચ્ચે પાટનગર ગાંધીનગરમાં જ CM રૂપાણી અને PM મોદી ના પોસ્ટર પર લગાવી આગ,જાણો વિગતે

રાજ્યમાં છેલ્લા બે મહિના જેટલા સમયથી કોરોનાની મહામારી ના પગલે સરકાર દ્રારા લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.જેને પગલે ઘણા લોકોએ પોતાનો ધંધો અને રોજગાર ખોયા છે,રાજ્ય સરકારને પણ આના કારણે મોટી આર્થિક અસર થઇ છે.તો આના પગલે જ ગાંધીનગરમાં કોઈએ સરકાર પર પોતાનો રોષ ઠાલવવા પ્રયત્ન કર્યા હોય એવો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના દરવાજા આગળ લાગેલ વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન રૂપાણીના ફોટા કે જે સરકારની યોજનાઓને પ્રદર્શિત કરે છે એના પર લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને એ પોસ્ટર પર તેમના મોઢા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અહી ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરવાજા આગળ જ વડાપ્રધાન મુખ્યપ્રધાનના ફોટા સાથેના સરકારની યોજનાઓ જાહેર કરતા પોસ્ટર મૂકવામાં આવ્યા છે, જેને આજે બપોરના સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા સળગાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર લોકોનો લોકડાઉનનો રોષ કોઈ દ્વારા અહી આ પોસ્ટર પર ઠાલવવામાં આવ્યો હોય આવ્યો હોય તેવું જોવા મળી રહ્યુ છે.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે લોકડાઉનના કારણે અનેક લોકો ખુબ જ ત્રાહિમામ પોકારી ગયા છે. તો બીજી બાજુ પરપ્રાંતીયો શ્રમિકો પણ હવે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. પરિણામે લોકો સરકાર સામે પોતાનો રોષ ઠાલવતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આ દરમિયાન જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ગેટ પાસે સરકારની યોજનાઓને ઉજાગર કરતા બેનર્સ લગાવવામાં આવ્યા છે. જેમાં પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ફોટા મૂકવામાં આવ્યા છે ત્યારે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા બંનેના મોઢા સળગાવી નાખ્યા હતા.