Gujarat

CM રૂપાણીની કમિશનરો,પોલીસવડાઓ સાથે બેઠક, ગુરુવારથી રાજકોટમાં ધંધા-ઉદ્યોગ શરુ કરી શકાશે..

રાજ્યમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે ઘટવાનું નામ લેતા નથી.આ મહાહામારી સામે લડવા માટે સમગ્ર રાજ્યમાં કેટલાય સમયથી લોક ડાઉન લાદી દેવામાં આવ્યુ છે પરંતુ આટલા સમય પછી હવે લોકડાઉન વધારે ખેચવું એ રાજ્ય સરકાર માટે ખુબ જ મુશ્કેલ છે.કેમ કે આટલા સમયના લોક ડાઉન પછી રાજ્યસરકારની તિજોરીઓ ખાલી થવા માંડી છે તો બીજી બાજુ આવકોના સ્ત્રોતોમાં પણ ઘટાડો થયો છે.

તમને જણાવી દઈએ કે ભાવનગરના વધુ બે પોઝટિવિ કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 8544 થઇ ગઈ છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 513 પહોચી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2780 દર્દીઓને સાજા થતા રજા પણ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયરૂપાણી ના સચિવ એવા અશ્વિની કુમારે જણાવ્યું છેકે, 14મી મે, ગુરુવારથી રાજકોટમાં જિલ્લા કલેક્ટરની મંજૂરીથી ઉદ્યોગ-ધંધા શરૂ કરવામાં આવશે. એમણે એવું કહ્યું હતું કે કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ ધંધો, ઇન્ડસ્ટ્રીને ફરીથી ચાલુ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે.

અહી ઉલ્લેખનીય છે કે રાજકોટનો સમાવેશ અગાઉથી જ ઓરેન્જ ઝોનમાં કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં એક અઠવાડિયા સુધી કોઇ પણ ઉદ્યોગો શરૂ કરવામાં ન આવે તેવી સૂચના જિલ્લા વહિવટી તંત્રને આપી દેવામાં આવી હતી. પરંતુ, છેલ્લા એકાદ અઠવાડિયામાં એકપણ નવો કેસ ન નોંધાતા સરકારે આજે નિર્ણય કર્યો છેકે ગુરુવાર 14 મેના રોજથી રાજકોટ શહેરમાં પણ ઉદ્યોગ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે.

તમને એ પણ જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે વિડીયો કોન્ફરન્સ દ્રારા બેઠક યોજી છે. જેમાં 17મી મે પછી લોકડાઉનની સ્થિતિમાં કઇ રીતે લોકોને છૂટછાટ આપી શકાય અને કેવા પ્રકારની તકેદારી-સાવચેતી રાખવી તેની જિલ્લાવાર સમીક્ષા સાથે સ્થિતીનો ચિતાર મેળવીને ચર્ચાઓ હાથ ધરી છે.અહી ઉલ્લેખનીય છે કે આ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.