મોંઘવારીનો વધુ માર, CNG અને PNG ના ભાવમાં આટલા રૂપિયાનો વધારો
મોંઘવારીનો વધુ એક ફટકો જનતા પર પડવા જઈ રહ્યો છે. કેમ કે આજના સમાચાર કંઇક એવા જ છે તે તમારું બજેટ બગાડી નાખશે. શાકભાજી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો કમરતોડ વધારા સાથે ફરી એકવાર CNG અને PNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
તેની સાથે CNG અને PNG ના ભાવમાં આજે ફરીથી વધારો કરાયો છે. ગુજરાત ગેસ દ્વારા CNG અને PNG ના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ વધેલા ભાવ આજથી અમલમાં મુકાશે. તેના લીધે ભાડા પર તેની અસર જોવા મળી શકે છે.
ગુજરાત ગેસ દ્વારા આજે CNG ના ભાવમાં 5 ટકાનો વધારો કરાયો અને આ વધેલા ભાવ આજથી અમલમાં મુકાશે. હવે ગુજરાત ગેસ ના CNG માટે તમારે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવણી કરવી પડશે. તેની સાથે ગુજરાત ગેસ દ્વારા PNG ના પણ ભાવમાં વધારવામાં આવ્યા છે અને તેના વધેલા ભાવ પણ આજથી અમલમાં મુકાશે. ગુજરાત ગેસનો PNG ભાવ ઘટીને રૂ. 50.43 પ્રતિ SCM પહોંચ્યો છે. તેમાં 5 ટકાનો વધારો દેખાઈ રહ્યો છે.
ગુજરાત ગેસ દ્વારા ઔદ્યોગિક ગેસના ભાવમાં પ્રતિ SCM પર રુપિયા 7 નો ઘટાડો કરવામાં આવ્યો છે. CNG-PNG અને ઈન્ડસ્ટ્રી ગેસના બદલાયેલા ભાવ આજથી લાગુ કરી દેવામાં આવ્યા છે. જાન્યુઆરી 2021 થી નવેમ્બર 2022 વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં 327 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ભારતમાં CNG ની કિંમતોમાં માત્ર 84 ટકાનો વધારો કરાયો છે.