કોડ ઓફ ક્રીમીનલ લ પ્રોસીજર બિલને રાષ્ટ્રપતિ મુર્મુએ આપી મંજૂરી, જાણો શું છે કાયદો?
ગુજરાતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગત માર્ચ-૨૦૨૧માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ કોડ ઓફ ક્રીમીનલ લ પ્રોસીજર બિલને રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ કારણોસર હવે ૧૪૪મી કલમ નુ ઉલ્લંઘન કરનારા દેખાવકારો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરી શકાશે. આ બિલ મંજૂર થતા જ પોલીસને પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરવાની છૂટ પ્રાપ્ત થઈ ગઈ છે. આ નિયમ નેતાઓની ચિંતા વધારનાર છે. તેઓ 144 ની કલમ હોવા છતા દેખાવ કરતા રહે છે. ગુજરાતમાં હવે આ બિલને મંજૂરી મળી જતા આ બિલ લઈને હવે કાયદો બની જશે.
તેની સાથે માર્ચ ૨૦૨૧ માં ગુજરાત વિધાનસભામાં કોડ 1 ઓફ ક્રિમિનલ પ્રોસીજર બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને મંજૂરી મળી જતા હવે જો હિંસક ઘટના બનશે ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા પ્રદર્શનકારીઓ વિરુધ્ધ સેક્શન ૧૮૮ આઇપીસી હેઠળ કાયદાકીય કાર્યવાહી કરી શકાશે. એટલુ જ નહી, દેખાવકારો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી શકાશે. તેની સાથે સાથે જો પ્રદર્શનકારીઓ સામે પોલીસ અધિકારી પગલા લેવામાં આવશે તો કોર્ટ પણ અવમાનનાનો કેસ નોંધી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર, પોલીસ કમીશ્નર, ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને ૧૪૪ મી કલમ લાગુ કરવાનો અધિકાર રહેલો છે. હવે જયારે કોડ ઓફ ક્રીમીનલ પ્રોસિજર બિલ-૨૦૨૧ના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે ૧૪૪મી કલમને લગતા કોઇપણ નિયમનો ભંગ કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને પણ આ બિલ કાયદો બની જતા સૌથી મોટી રાહત મળી ગઈ છે. અત્યારસુધીમાં પોલીસને કાર્યવાહી કરવામાં સમસ્યાઓ થતી હતી.