GujaratRajkotSaurashtra

પુરુષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય આંદોલનને લઈ કોંગ્રેસે રણનીતિ બદલી, હવે આ દિગ્ગજને મેદાને ઉતાર્યા

લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતની બાકી રહેલી ચારેય બેઠકો પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દેવાયા છે. જેમાં અમદાવાદ પૂર્વ, મહેસાણા, નવસારી અને રાજકોટ બેઠક માટે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠક પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા પાંચ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ ચાર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલને ટિકિટ, રાજકોટથી પરેશ ધાનાણીને ટિકિટ, મહેસાણાથી રામજી ઠાકોરને ટિકિટ અને નવસારીથી નૈષધ દેસાઈને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે.

તેની સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પાંચ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા વીજાપુરથી દિનેશ પટેલને ટિકિટ, પોરબંદરથી રાજુ ઓડેદરાને ટિકિટ, માણાવદરથી હીરાભાઈ કાંસગારાને ટિકિટ, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ અને વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે.

તેની સાથે એક વાત સ્પષ્ટ છે કે, કોંગ્રેસ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ સામેના વિરોધ વચ્ચે કોંગ્રેસ દ્વારા મોટો દાવ ખેલવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે.