શિયાળામાં સેવન કરો જેક ફ્રુટ ના લાડુ, સ્વાસ્થ્યને મળશે ઘણા બધા ફાયદા
શિયાળાની ઋતુ આવતા જ ડોક્ટરથી લઈને ડાયટીશિયન લોકો પોતાના ડાયટમાં એવા ખોરાક સામેલ કરવાની સલાહ આપે છે જે આપણા શરીરને અંદરથી ગરમ રાખે અને આમ આજ કારણ છે કે શિયાળામાં રોગો પોતાના શરીરને ગરમ રાખવા માટે ગોળ મગફળી બદામ અને ઘણા બધા પ્રકારની વિવિધ શાકભાજીઓનું સેવન પણ કરે છે આમ તેના કારણે જ તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે આમ આજે અમે તમારા માટે એક એવી સ્પેશિયલ રેસીપી લઈને આવ્યા છીએ જેના કારણે તમે શિયાળામાં થતી બીમારીઓથી દૂર રહી શકો છો અને બ્લડ સુગર લેવલને પણ કંટ્રોલમાં રાખી શકો છો. આ રેસિપી છે જેક ફ્રૂટના લાડુની આવો જાણીએ કેવી રીતે બનાવવા જ્યાં ફ્રૂટના લાડુ અને તેને ખાવાથી શરીરને કયા ફાયદા થાય છે.
જેકફ્રૂટના લાડુ બનાવવા માટેની સામગ્રી: જેકફ્રૂટનો લોટ અથવા જેકફ્રૂટનો પલ્પ – 2 થી 3 કપ,બદામ (પલાળેલી અને છાલવાળી) – 3 કપ,ઘી અથવા ઓલિવ તેલ – 2 ચમચી,સુકા આદુ – 2 ચમચી,કાળા મરી – 2 ચમચી,એલચી પાવડર – 1 ચમચી,ગોળ પાવડર – 3 ચમચી…
બનાવવાની રીત: સૌપ્રથમ જેક ફ્રુટ નો લોટ અથવા તો જેક ફ્રુટ ના પલ્પને કાઢીને સારી રીતે શેકો. આમ જ્યારે જેક ફ્રુટ સંપૂર્ણ રીતે શેકાઈ જાય ત્યારે તેને ઠંડુ થવા માટે અલગ મૂકો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેમાં બદામ અને ગોળને છોડીને દરેક વસ્તુને ઉમેરો.હવે સંપૂર્ણ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં ગોળ નાખો અને ધીમી આંચ ઉપર તેને ગરમ કરો.જ્યારે ગોળ સંપૂર્ણ રીતે ઓગળી જાય ત્યારે ગેસ બંધ કરો ત્યારબાદ તેને લાડુનો શેપ આપો.
આ લાડુ ખાવાના ફાયદા: જેક ફ્રુટના લાડુમાં ગ્લાયસેમિક કંટ્રોલ કરવાનો ગુણ જોવા મળે છે અને તેથી જ ડાયાબિટીસના દર્દીઓ શિયાળાની ઋતુમાં તેનો સેવન કરી શકે છે.આ લાડુને બનાવવા માટે ઘણા બધા પ્રકારના ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરવામાં આવે છે તેથી જ તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે કામ લાગે છે.આ લાડુમાં કોઈપણ પ્રકારના અન્ય લાડુના અનુસાર કેલરીની માત્રા ઓછી હોય છે આમ કેલેરી ઓછી હોવાના કારણે તેનું સેવન તે લોકો પણ કરી શકે છે જેઓ વજન ઓછું કરવા માંગતા હોય.