health

ઠંડીમાં આ રીતે સેવન કરો હળદર, બીમારી આસપાસ પણ નહીં ભટકે અને બચી જશે ડોક્ટરના રૂપિયા

આ સમયે ભારતમાં લગભગ દરેક હિસ્સામાં ખૂબ જ ઠંડી પડી રહી છે અને આ ઠંડી ઘણી બધી બીમારીને પણ આકર્ષિત કરી શકે છે આ ઋતુમાં શરદી ખાંસી એ છાતીમાં દુખાવો જેવી સમસ્યા થતી હોય છે એવામાં તમે આયુર્વેદિક ઉપાયોથી ઠંડકની ઋતુમાં બીમારીઓથી દૂર રહી શકો છો. અને તેમાં તમારા રસોડામાં ઉપસ્થિત હળદર ખૂબ જ કામની વસ્તુ છે,અને તેનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો બીમારીથી મુક્તિ મેળવી શકાય છે.

હળદરમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ ગુણ જોવા મળે છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદ કરે છે. હળદર ની અંદર કર્ક્યુંમીન પણ હોય છે અને તેનાથી તમને બીમારી સામે લડવામાં મદદ મળે છે. તમે હળદરને કોઈપણ રૂપે ખાતા જ હશો પરંતુ જો તેને ખાસ વસ્તુઓની સાથે ઉમેરીને ખાવામાં આવે તો તેના ઔષધીય ગુણ તમને વધુ લાભ આપે છે.

હળદર અને અજમો:હળદરની સાથે અજમો ઉમેરીને ખાવો ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. તેની માટે તમારે સૌથી પહેલા અજમો લઈને તેને પાણીમાં ઉકાળો. હવે આ પાણીને ગાળી લો, ત્યારબાદ તેમાં હળદર ઉમેરો અને આ પાણીને ગરમ જ પીવો.

આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે અને આ પીણું તમારા મેટા બોલીઝમને પણ વધારશે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધવાથી બીમારી તમારાથી ઘણી બધી દૂર રહેશે અને આ પીણું તમારા શરીરનો ઝેરી કચરો બહાર કાઢવા માટે પણ મદદ કરે છે, એટલું જ નહીં તેનું દરરોજ સેવન કરવાથી તમે તમારું વજન પણ ઓછું કરી શકો છો.

હળદર વાળું દૂધ: તમારા ઘરના મોટા વૃદ્ધ પાસેથી તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે શરદી ખાંસી થઈ ગઈ હોય તો હળદર વાળું દૂધ પીવું જોઈએ. તેમની આ સલાહ તમારે જરૂરથી માનવી જોઈએ. હળદરમાં ઘણા બધા એવા ઔષધીય ગુણ જોવા મળે છે જે તમારી સરતી ખાંસીની સમસ્યાને દૂર કરી શકે છે. હળદર વાળું દૂધ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તમે ઇચ્છો તો આ દૂધમાં તજ અને મધ પણ ઉમેરી શકો છો તેનાથી તમને વધુ લાભ મળશે.

હળદર અને સંતરા: તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ હળદરની સાથે સંતરા ખાવા ખૂબ જ લાભકારી હોય છે. તેની માટે તમારે પહેલા સંતરા નો જ્યુસ બનાવવો પડશે આ જ્યુસમાં તમારે એક ચપટી હળદર ઉમેરવાની છે, અને ત્યારબાદ તમે તેનું સેવન કરી શકો છો શરદી ખાંસી તાવના સંક્રમણથી જોડાયેલી બીમારીઓમાં આ ડ્રિંક ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે આ ડ્રિંકમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે તેથી જ તમારા શરીરની અંદર રહેલા કીટાણુઓનો નાશ કરે છે.

હળદર અને આદુ:હળદર અને આદુ તથા મધની સાથે પણ ખાઈ શકાય છે જો તમને શરદી અથવા તો ખાંસી થઈ ગઈ છે તો તમે આદુનો એક ચમચી જ્યુસ લો અને તેમાં એક ચમચી મધ અને એક ચપટી હળદર ઉમેરીને તેનું સેવન કરો. તેનાથી તમારામાં રહેલી બીમારી ચપટીમાં જનાશ થઈ જશે અને રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરવાનું કામ કરશે.