હવે આ જગ્યાએ પણ પહોંચ્યો કોરોના, વૈજ્ઞાનિકો હેરાન
કોરોના વાયરસ હવે એવા વિસ્તારોમાં પણ પહોંચી ગયો છે જ્યાં એક સમયે સામાન્ય લોકો પણ જતા ડરતા હતા. આ ખતરનાક અને વિશ્વના ફેફસા તરીકે જાણીતા એમેઝોન જંગલની વાત છે. બ્રાઝિલના એમેઝોન જંગલોમાં હાજર આદિવાસીઓમાં પણ કોરોના વાયરસનો ચેપ ફેલાયો છે. આ કારણે સેંકડો આદિવાસી લોકોનાં મોત નીપજ્યાં છે.
બ્રાઝિલના એમેઝોન વિસ્તારમાં હાલમાં કોરોના વાયરસથી 60 જનજાતિઓ સંક્રમિત છે. અત્યાર સુધી અહીં 980 કેસ આવ્યા છે અને 125 લોકોનાં મોત નીપજ્યાં છે. બ્રાઝિલના અધિકારીઓ જેમણે એમેઝોન વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું, તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં પાયાની આરોગ્ય સુવિધાઓની તીવ્ર અછત છે જેથી અહીંયા વાયરસ ઝડપથી ફેલાય છે.
એમેઝોનના જંગલોમાં કોરોના વાયરસ કોવિડ-19 નું મૃત્યુ દર 12.6 ટકા છે. જોકે બ્રાઝિલમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ દર 6.4 ટકા છે.બ્રાઝિલમાં લગભગ 9 લાખ આદિવાસી લોકો છે. તેઓ જંગલોથી ઘેરાયેલા ગામોમાં રહે છે. એપ્રિલમાં એમેઝોનમાં કોરોના વાયરસ મહિનામાં પ્રથમ આદિજાતિ વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
હવે બ્રાઝિલની સરકાર તપાસ કરી રહી છે કે આ જાતિના લોકો કોઈ પણ બાહ્ય વ્યક્તિને તેમના વિસ્તારમાં આવવા દેતા નથી તો આ જંગલોમાં કોરોના વાયરસનો ચેપ કેવી રીતે ફેલાયો છે?