healthIndia

આ બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોના થાય તો રિકવરમાં લાગે છે વાર અને આ બ્લડ ગ્રુપવાળાને નહીં થાય મુશ્કેલી

કોરોના વાયરસ પર સતત કોઈને કોઈ શોધ થઈ રહી છે અને દર વખતે કોઈને કોઈ નવી માહિતી સામે આવી રહી છે. હમણાં જ કરવામાં આવેલ એક રિસર્ચમાં થયેલ ખુલાસા પ્રમાણે એ વાત સામે આવી છે કે એક વ્યક્તિના બ્લડ ગ્રુપ પ્રમાણે તેના શરીર પર કોરોના વાયરસ અસર કરે છે. રિસર્ચમાં થયેલ અધ્યયન પ્રમાણે અમુક એવા બ્લડ ગ્રુપ છે જેમાં કોરોના વાયરસ થવાની સંભાવના વધારે રહેલ છે. તો ઘણા બ્લડ ગ્રુપ એવા છે તેમનામાં કોરોના રિકાવર થવાના ચાન્સ વધારે હોય છે.

આ અભ્યાસ સર ગંગારામ હોસ્પિટલના બ્લડ ટ્રાન્સફ્યુઝન મેડિસિન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ સંશોધન ફ્રન્ટીયર્સ ઇન સેલ્યુલર એન્ડ ઇન્ફેક્શન માઇક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયું છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બ્લડ ગ્રુપ A અને B ધરાવતા વ્યક્તિને કોરોના સંક્રમિત થવાની શક્યતા વધુ હોય છે. A અને B બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિઓ કોરોના વાયરસ માટે સંવેદનશીલ હોય છે. જ્યારે O અને AB જૂથના લોકો ચેપથી ઓછા પ્રભાવિત થયા છે. સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રોગની ગંભીરતા અને બ્લડ ગ્રુપના મૃત્યુ દર વચ્ચે કોઈ સંબંધ નથી.

सગંગારામ હોસ્પિટલના બ્લડ ટ્રાન્સફ્યુઝન મેડિસિન વિભાગના ડૉ. વિવેક રંજને જણાવ્યું હતું કે આ અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે B+ બ્લડ ગ્રુપના પુરૂષ દર્દીઓમાં મહિલાઓ કરતાં કોરોના વાયરસનો ચેપ લાગવાનું જોખમ વધારે છે. ઉપરાંત, ગ્રુપ B અને AB ધરાવતા 60 વર્ષના વૃદ્ધોને પણ વાયરસથી ચેપ લાગવાનું જોખમ વધારે છે. અભ્યાસમાં એ પણ જોવા મળ્યું કે બ્લડ ગ્રુપ A અને Rh+ ધરાવતા દર્દીઓને કોરોનામાંથી સાજા થવામાં વધુ સમય લાગ્યો, જ્યારે O બ્લડ ગ્રુપ ધરાવતા દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ ગયા. આ લોકોમાં લાંબા સમય સુધી ચેપના લક્ષણો દેખાતા ન હતા.

હોસ્પિટલ ડીપાર્ટમેન્ટ ઓફ રિસર્ચની કૅન્સલટેન્ટ ડૉક્ટર રશ્મિ રાણા જણાવે છે કે અલગ અલગ બ્લડ ગ્રુપ અને કોરોના વાયરસ વચ્ચેના સંબંધ વિષે સંશોધન કરવા માટે સ્ટડી કરી તેમ બ્લડ ગ્રુપ સાથે કોરોના વાયરસ સંવેદનશીલતા, બીમારીનો ઈલાજ, સ્વસ્થ થયામાં લાગતો સમય અને મૃત્યુદારની તપાસ. તેમ 2586 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. અહિયાં બધા લોકો કોરોના સંક્રમિત હતા. આ દર્દીઓને 8 એપ્રિલ 2020 થી 4 ઓકટોબર 2020 સુધી ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.