Gujarat

ગુજરાતમાં કોરોના મામલે રાહતના સમાચાર, 24 કલાકમાં કોરોનાના કેસ કરતા તેનાથી સાજા થવાના આંકડા વધ્યા

ગુજરાતમાં કોરોનાના કહેરને લઈને સતત સારા સમાચાર સામે આવી રહ્યા છે. કેમ કે ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ 2000 ની અંદર આવવાની સાથે કોરોનાની સારવાર દરમિયાન સાજા થવાનો આંકડો પણ સતત વધી રહ્યો છે. તે રાહતની વાત છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1883 નવા કેસ સામે આવ્યા છે.

તેની સાથે રાહતની વાત એ પણ છે કે, તેની સામે કોરોનાથી 5005 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે 14 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કોરોનાના કેસ ઘટતા ગુજરાતમાં કેટલાક નિયંત્રણોને પણ ઘટાડવામાં આવ્યા છે. તેની સાથે અમદાવાદ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં જ સૌથી વધુ કેસ સામે આવ્યા રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 618, વડોદરા કોર્પોરેશનમાં 282 સામે આવ્યા છે.ગુજરાતમાં એક્ટીવ કેસની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક્ટિવ કેસનો આંકડો ઘટ્યો છે. ગુજરાતમાં એક્ટીવ કેસનો આંકડો 18301 પર પહોંચી ગયો છે જેમાં 105 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે.

કોરોનાની સારવાર સાજા થવાનો આંકડો 11,83,294 પહોંચી ગયો છે જ્યારે મુત્યુનો આંકડો 10,775 પહોંચ્યો છે. તેની સાથે રાજ્યનો રિકવરી રેટ સુધીને 97.60 ટકા પહોંચી ગયો છે. તેની સાથે ૧૪ લોકોના મોત થયા છે. જેમાં વડોદરા કોર્પોરેશનમાં ચાર, અમદાવાદ કોર્પોરેશનમાં ત્રણ દાહોદમાં બે, સુરેન્દ્રનગર, જામનગર, ભરૂચ, રાજકોટ અને સુરતમાં એક-એક દર્દીનું મોત નીપજ્યું છે. આ સિવાય આજે 2,06,636 લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. જેના લીધે વેક્સીનનો આંકડો 10,07,17,057 પહોંચી ગયો છે.