20 મે સુધી ભારત માં ખતમ થઇ જશે કોરોના, જાણો કોણે કર્યો આ દાવો.
ભારત સહિત સમગ્ર દુનિયા જયારે કોરોનાની ઝપેટ માં છે, લોકો ચિંતિત છે,વ્યાપાર રોજગાર બધું લોકડાઉન ના કારણે બંધ છે એવામાં કોરોના ને લઈને મહત્વનો ખુલાસો સામે આવ્યો છે.
ભારતમાંથી કોરોના વાયરસ 20 મે સુધીમાં સમાપ્ત થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે આ દાવો સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇન (STUD)દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કર્યા પછી કરવામાં આવ્યો છે. એસયુટીડીએ એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસ ટૂંક સમયમાં ભારત અને વિવિધ દેશોમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે.
એસયુટીડીએસ સસેપ્તીબલ ઇન્ફેકટેબલ રીકવરડ (SIR)મહામારી મોડેલનું વિશ્લેષણ કર્યા પછી આ આગાહી કરી છે, એટલે કે, વિવિધ દેશોના શંકાસ્પદ, ચેપગ્રસ્ત અને પુન:સ્વસ્થ થયેલા દર્દીઓના મોડેલોનો પણ આ અભ્યાસ કરી ને આ દાવો કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે વિવિધ દેશોમાં ક્યારે ક્યારે આ રોગચાળો થયો છે તે તારીખનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ શુક્રવારે કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે જો 16 મે સુધી લોકડાઉનું પાલન કરવામાં આવે તો કોરોના વાયરસના નવા કેસ આવશે નહીં. આ સાથે ભારતમાંકોરોના વાયરસને નિયંત્રણમાં કરી શકશે.
અહી ઉલ્લેખનીય છે કે સરકારે કોરોના વાયરસના ફેલાતો રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનમાંથી બહાર આવવાની હવે લગભગ કવાયત પણ શરૂ કરી દીધી છે. આ હેઠળ કેન્દ્ર સરકારે ગામની ગલી અને શહેરોમાં નજીકની દુકાનો ખોલવાની મંજૂરી પણ આપી છે. જો કે તમને સાથે સાથે એ પણ જણાવી દઈએ કે કન્ટેન્ટમેન્ટ ઝોન અને હોટસ્પોટ વિસ્તારમાં દુકાનો ખોલવાની મંજૂરી હજી સુધી આપી નથી. આ ઉપરાંત દેશભરમાં દારૂની દુકાન અને મોલની દુકાનો પણ ખોલવા દેવામાં આવી નથી.