Corona VirushealthIndia

આ વસ્તુ પર કોરોના સૌથી ઓછો સમય ટકી શકે છે, હમેશા તમારી સાથે રાખજો

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધીમાં સાડા સાત લાખથી વધુ લોકો આ જીવલેણ વાયરસના સંપર્કમાં આવી ગયા છે. ન્યુ ઇંગ્લેંડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત અહેવાલ મુજબ કોરોના વાયરસ કલાકો સુધી સપાટી પર સક્રિય રહી શકે છે. પણ ફક્ત એક જ વસ્તુ છે જેના પર આ વાયરસ લાંબો સમય ટકી શકતો નથી.

અહેવાલ મુજબ કોરોના વાયરસ પ્લાસ્ટિક અથવા સ્ટીલની સપાટી પર ત્રણ દિવસથી વધુ સમય સુધી ટકી શકે છે. જ્યારે કાગળ પર કોરોના વાયરસ 24 કલાક જીવંત રહી શકે છે.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ તાંબા ની વસ્તુ પર ખુબ જ ટૂંકા ગાળા માટે જીવંત રહી શકે છે. તાંબાની બનેલી ચીજો પર વાયરસ નિષ્ક્રિય થવા માટે ફક્ત 3 થી 4 કલાકનો સમય લે છે.

લગભગ 46 મિનિટની અંદર જ તાંબા પર તેની અસર અડધાથી ઓછી થઇ જાય છે. આવી સ્થિતિમાં તાંબાની બનેલી ચીજોનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. લોકડાઉનમાં તાંબા ન વાસણ વાપરવા ફાયદાકારક છે. જો આ વસ્તુઓ કોરોના કનેક્શનમાં આવે છે, તો પછી આપેલ સમયમાં તે નિષ્ક્રિય થઈ શકે છે.

ઘર અથવા શૌચાલયના દરવાજા પરના હેન્ડલ્સ આ સમયે સૌથી જોખમી સાબિત થઈ શકે છે. જો હેન્ડલનો ઉપયોગ શૌચાલય અને મુખ્ય દરવાજા પર કાળજીપૂર્વક કરવામાં આવે તો તે વધુ સારું રહેશે. જો તમે ઘરે રહીને જકામ કરો છો પણ પ્લાસ્ટિક ની પાણીની બોટલ કરતા તાંબાની બોટલ વાપરશો તો તે ફાયદાકારક સાબિત થશે.