healthIndia

ચીનથી પરત આવેલી વિદ્યાર્થીની સામાન્ય શરદીની દવા માટે હોસ્પિટલ પહોંચી, ડોકટરો ખુરશી છોડીને ભાગી ગયા

આખી દુનિયા કોરોના વાયરસને કારણે ડરી ગઈ છે. ભારતમાં પણ આ જીવલેણ વાયરસ 80 થી વધુ લોકોને પકડી ચુક્યો છે, જ્યારે 2 લોકોના મોત પણ થયા છે. હવે તો લોકો કોરોના ના નામથી જ ડરી જાય છે.સામાન્ય શરદી-ઉધરસમાં પણ લોકોને કોરોના નો ભય દેખાય છે. આવું જ કંઈક ઉત્તર પ્રદેશના સંતકબીરનગરમાં બન્યું હતું. જ્યાં એક વિદ્યાર્થીની હોસ્પિટલ પહોંચી તો ડોક્ટર ખુરશી છોડીને ભાગી ગયો હતો.

હકીકતમાં 3 ફેબ્રુઆરીએ એક વિદ્યાર્થીની ચીનથી પરત આવી હતી.ચીનમાં કોરોના નો સૌથી વધુ ફેલાવો હોવાથી વિદ્યાર્થીની ને 28 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી.બાદમાં આશરે 40 દિવસ પહેલા ચીનથી પરત આવેલી વિદ્યાર્થીની તેની સામાન્ય શરદી અને ખાંસીની સારવાર માટે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં પહોંચી હતી. તેણે ડોક્ટરને કહ્યું કે તે ચીનમાં mbbs નો અભ્યાસ કરે છે, તે સાંભળતા જ ડોક્ટર ખુરશી છોડીને ભાગી ગયો.

હોસ્પિટલના અન્ય કર્મચારીઓએ તાત્કાલિક રેપિડ રિસ્પોન્સ ટીમને જાણ કરી હતી.ત્યારબાદ ટીમ તાત્કાલિક ઘરે પહોંચી હતી અને વિદ્યાર્થીની ની તપાસ કરી હતી અને તેમાં કોરોના વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા.વિદ્યાર્થિનીએ જણાવ્યું કે તેણે ડોક્ટરને કહ્યું કે તે ચીનથી પરત આવી છે.આ સાંભળીને ડોક્ટર તેની ખુરશી છોડીને ભાગી ગયા હતા. જિલ્લાના સીએમઓ હરગોવિંદસિંહે કહ્યું કે વિદેશથી પરત ફરનારા તમામને 28 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યા છે.

બેંગલુરુમાં પણ આવું જ બન્યું, જ્યાં મહિલા ઇટાલીથી હનીમૂન પછી પરત આવી હતી. પતિમાં કોરોના વાયરસના લક્ષણો મળ્યા પછી તે એટલી ગભરાઈ ગઈ કે તેણી પતિને છોડીને આગ્રામાં તેના ઘરે ભાગી ગઈ. હનીમૂન પછી ઇટાલીથી પરત ફર્યા બાદ મહિલાના પતિનો કેસ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ કેસ હોવાથી પતિ સહીત મહિલા ને પણ આઇસોલેશનમાં રાખવામાં આવી હતી.