healthIndia

કોરોનાની ત્રીજી લહેર ભારે પડી રહી છે બાળકો ઉપર, જાણો લક્ષણો

કોરોના વાયરસે એકવાર ફરી દેશમાં તાંડવ કરવું શરુ કરી દીધું છે. ત્રીજી લહેર હવે બેકાબુ બની ગઈ છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અનેક કેસ સતત વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થઇ રહ્યા છે. તેમને શરદી-ઉધરસ, કફવાળી ઉધરસ અને ભયંકર તાવના લક્ષણ પણ છે. આ સિવાય બાળકોને ઘરે રહીને બે થી ત્રણ દિવસમાં જ સ્વસ્થ થઇ રહ્યા છે.

જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના 3,47,254 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 703 દર્દીઓના મૃત્યુ પણ નોંધાયા છે. દેશમાં આ રોગને કારણે અત્યાર સુધીમાં કુલ 4,88,396 લોકોના મોત થયા છે. નવા કેસોમાં સક્રિય કેસોમાં પણ તેજી જોવા મળી રહી છે અને આ આંકડો 20 લાખને વટાવી ગયો છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસ વધીને 20,18,825 થઈ ગયા છે. સક્રિય કેસ કુલ કેસના 5.23 ટકા પર પહોંચી ગયા છે. હાલમાં રિકવરી રેટ 93.50 ટકા છે.

મળતી માહિતી મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ હોસ્પિટલની ઓપીડીમાં પહોંચી રહ્યા છે. તેમાંથી 25 ટકા બાળકોમાં શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જોવા મળે છે. તેમને ઓપીડીમાં ઘરે અલગ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તબીબોના મતે રાહતની વાત એ છે કે આ વખતે વાયરસ ગળામાંથી ઉતરી રહ્યો નથી, તેથી તે ફેફસાં પર અસર કરી રહ્યો નથી.

બાળરોગના નિષ્ણાતનું કહેવું છે કે બાળકો બીમાર પડી રહ્યા છે, તેમને ખુબ તાવ આવે છે અને સાથે કફવાળી ઉધરસ પણ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે બાળકો દવાખાનમાં દાખલ થયા વગર ઘરે જ બે થી ત્રણ દિવસમાં સારું થઇ જાય છે. અત્યારસુધી બાળકોમાં સીટી સ્કેન કે પછી એક્સરે કરવાની જરૂરત પડી નથી. દર્દીઓને દવાખાનમાં દાખલ કરવાનું જરૂર પડતી નથી તો ઓક્સિજનની પણ જરૂર હવે પડતી નથી. ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતક થઇ રહી છે. બાળકો તો સંક્રમિત થઇ રહ્યા છે પણ તેમને દવાખાનમાં દાખલ થવાની જરૂરત પડતી નથી.

બાળકોમાં કોવિડના લક્ષણો શું છે: બાળકોમાં કોવિડના લક્ષણોમાં વધુ તાવ, ઉલ્ટી અને ઝાડા સામેલ છે. બાળકોના તાવ, ગળામાં દુખાવો, વહેતું નાક અને ઉધરસ પર સતર્ક નજર રાખો.ન્યુમોનિયા, ઝડપી શ્વાસ અને ઓક્સિજન સંતૃપ્તિનું ઓછું સ્તર પણ કેટલાકબાળકોમાં લક્ષણો હોઈ શકે છે.સલાહ વિના બાળકોને દવાઓ આપશો નહીં.ચહેરા પર માસ્ક લગાવો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો.