Corona VirusGujaratIndiaNews

કોરોના ટાસ્કફોર્સે ગુજરાત સરકારને ચેતવી : જાન્યુઆરીના અંત સુધીમાં રાજ્યમાં રોજના આટલા કેસ આવી શકે છે,

રાજયમાં કોરોનાની ત્રીજી લહેર દિવસે-દિવસે વધતી જાય છે.કોરોનાને નિયંત્રણમાં લાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોરોના માટે તબીબોની ટાસ્કફોર્સ સાથે બેઠક યોજી હતી.જેમાં તબીબોએ જણાવ્યુ હતું હતું કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં કોરોનાના એક દિવસના કેસની સંખ્યા 1 લાખથી વધુ હોય શકે છે.

કોરોનામાં આ ઓમિક્રોન વાયરસ લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.માટે જાન્યુઆરીના અંત સુધીમાં દિવસના 1 લાખથી વધુ કેસ નોંધાઈ શકે છે.માટે ટાસ્કફોર્સે ગુજરાત સરકારને જણાવ્યુ છે કે તમારી પાસે જે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં લેબ છે ત્યાં જિનોમ સિક્વન્સિંગ સતત થતું રહેવું જોઇએ.

જણાવી દઈએ કે ટાસ્કફોર્સના સભ્ય અને ઝાયડસ ગ્રૂપના ડિરેક્ટર ડો. વી.એન.શાહ અને ટાસ્કફોર્સના સભ્યોએ આ આંકડા અંગે સરકારને જણાવ્યુ છે.સાથે ડો.શાહે એમ પણ કહ્યું કે જ્યારે કોરોનાની બીજી લહેર હતી એ સમયની વ્યવસ્થામાં એમ્બ્યુલન્સ,બેડ-ઓક્સિજન,ICU આ બધામાં લગભગ ત્રણ ગણો વધારો કર્યો છે.

સાથે ટાસ્કફોર્સના સભ્યોએ એમ પણ જણાવ્યુ છે કે સરકારે ટેસ્ટિંગ પર ભાર મૂકવો જોઇએ,અને જેમ બને તેમ જે લોકો રસીકરણમાં બાકી હોય તેઓએ પણ રસી લઈ લેવી.