Corona VirusIndia

કોરોના : આ આંકડા જોશો તો તમે જ કહેશો ભારતની સ્થિતિ હજી સારી છે…

દેશ સહિત અત્યારે આખી દુનિયા કોરોનાની જપેટમાં આવી ગઈ છે, દરેક દેશોમાં તંત્રએ આ મહામારીને રોકવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે.આ મહામારીના કારણે લોકોને મોટું આર્થિક નુકસાન થઇ રહ્યું છે.આંકડા જોઈએ તો હાલત ભલે હાલ ભારતની ખરાબ છે પણ અન્ય દેશોના આંકડા સાથે સરખામણી કરીને જોઈએ તો ભારત હાલ સારી સ્થિતિ પર છે.

તમને જણાવી દઈએ કે સૌથી વધુ અસરગ્રસ્ત 20 દેશોમાં ભારત હાલ 16 મા ક્રમે છે. ટોચના અગિયાર દેશોમાં 50 હજારથી વધુ દર્દીઓ છે. સૌથી વધુ દર્દીઓ અને મૃત્યુ સાથે અમેરિકા પ્રથમ ક્રમે છે. ત્યારબાદ સ્પેન, ઇટાલી, ફ્રાન્સ, જર્મની અને બ્રિટન છે. ભારત પૃથ્વીના સ્વર્ગ અને ઓછા વસ્તીવાળા સ્વિટ્ઝરલેન્ડ કરતાં સારી સ્થિતિમાં છે.

ડબ્લ્યુએચઓ અને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના રિસોર્સ સેન્ટર અનુસાર, સોમવારની સાંજ સુધીમાં સ્વિટ્ઝર્લન્ડ 15 માં સ્થાને હતો, જ્યાં કોરોનાને પછાડ્યા પછી 63 દિવસ થયા છે અને 29,061 ને ચેપ લાગ્યો હતો, 1610 જેટલા લોકો માર્યા ગયા છે. તે જ સમયે, ભારતીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, 89 દિવસની અંદર ભારતમાં 27,892 ચેપની પુષ્ટિ થઈ હતી,જયારે 872 લોકોના મોત નીપજ્યાં હતાં.

ભારતમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરી, જ્યારે સ્વિત્ઝરલેન્ડમાં 25 ફેબ્રુઆરીએ એટલે કે 26 દિવસ પછી મળી આવ્યો હતો.તમને જણાવી દઈએ કે આજે 86 લાખની વસ્તીવાળો સ્વિટ્ઝર્લન્ડ 135 કરોડ વસ્તીવારા ભારત કરતાં વધુ અસરગ્રસ્ત છે. જો આપણે આંકડા જોઈએ, તો સ્વિટ્ઝર્લન્ડમાં દરરોજ સરેરાશ 461 જેટલા દર્દીઓ આવે છે અને દરરોજ સરેરાશ 25 જેટલા લોકો મૃત્યુ પામે છે. આ મુજબ, દરરોજ 313 દર્દીઓ મળી આવ્યા હતા અને દૈનિક ધોરણે નવ લોકોનાં મોત થયાં હતાં.