healthIndiaInternational

કોરોના વાઇરસના શરૂઆતના લક્ષણો કેવા છે જાણૉ, સાવધાની રાખવી જરૂરી

વૈજ્ઞાનિકોએ નોવેલ કોરોના વાયરસ સાથે સંકળાયેલા લક્ષણોની એક પેટર્ન ઓળખી કાઢી છે અને તેનું સૌથી સામાન્ય લક્ષણ તાવ છે. ચીનના વુહાનમાં હોસ્પિટલમાં દાખલ 140 દર્દીઓના તાજેતરના અભ્યાસ મુજબ અન્ય લક્ષણોમાં થાક,ઉધરસ, સ્નાયુમાં દુખાવો, શ્વાસની તકલીફ શામેલ છે.

દર્દીઓમાં પ્રથમ આવા લક્ષણો દેખાય તે પછી પાંચ દિવસ સુધી શ્વાસ લેવાની તકલીફ અનુભવે છે. કેટલાક દર્દીઓમાં સામાન્ય શરદી અથવા ફ્લૂથી સંબંધિત ગળા જેવા દુખાવાના લક્ષણોની પણ નોંધ લીધી હતી, પરંતુ તેમની સંખ્યા એકદમ ઓછી હતી.આ અભ્યાસમાં સમાવિષ્ટ દર્દીઓમાં 54 ટકાથી વધુ પુરુષો હતા અને તેમની સરેરાશ વય 56 વર્ષ હતી.

સીડીસીના ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડના જણાવ્યા અનુસાર “છેલ્લા બે અઠવાડિયામાં, મને ખબર પડી છે કે આ રોગને જે રીતે રજુ કવામાં આવી રહ્યો છે તે તેના કરતા અલગ જ છે.

રેડફિલ્ડે કહ્યું, આ સંપર્કથી થતાં રોગ કરતાં પણ વધુ છે. પુષ્ટિ થયેલા કેસોમાંથ, આપણે જોયું તે ફક્ત ગળાના દુખાવા તરીકે રજૂ થયું હતું.” ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા શનિવારે 1523 પર પહોંચી હતી. ચીન ઉપરાંત લગભગ 25 દેશો તેનાથી સમગ્ર વિશ્વમાં પ્રભાવિત છે.

કુરાના વાયરસનું કેન્દ્ર ગણાતા હુબેઇ પ્રાંતમાં, આ રોગમાં 2420 નવા લોકો ઝડપાયા છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે હુબેઇ પ્રાંતમાં આ રોગને કારણે 139 લોકોનાં મોત નીપજ્યાં. જ્યારે હેનાનમાં આ વાયરસને કારણે 2 લોકોનાં મોત નીપજ્યાં છે.

બેઇજિંગમાં આ રોગને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ચોંગકિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ રીતે, ફક્ત શુક્રવારે 143 લોકોનાં મોત થયાં, જ્યારે કુલ મૃત્યુઆંક 1523 પર પહોંચી ગયો છે.