GujarathealthIndia

કોરોના વાયરસના લક્ષણો શરદી-તાવ જેવા જ છે, ટેસ્ટ કરાવવો કે નહીં જાણો વિગતે

ચીનમાંથી શરુ થયેલા કોરોના વાયરસે આજે આખા વિશ્વને ઝપેટમાં લઈ લીધું છે. ફક્ત ચીનમાં જ 3000 લોકોના મોત થઇ ચુક્યા છે જયારે અમેરિકામાં પણ 9 લોકોના મોત થયા છે. લગભગ 98000 જેટલા લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના 29 કેસ કન્ફર્મ થયા છે.ભારતમાં કોરોના વાયરસની એન્ટ્રીથી લોકો ગભરાઈ ગયા છે.

જણાવી દઈએ કે, કોરોના વાયરસના લક્ષણોમાં સામાન્ય રીતે ઉધરસ અને તાવ આવે છે. જો કોરોના થી પીડિય વ્યકિત જાહેરમાં ઉધરસ ખાય કે છીંક ખાય તો તેનાથી વાયરસ અન્ય લોકોમાં પણ ફેલાઈ શકે છે પણ આનાથી ડરવાની જરૂર નથી. આ વાયરસથી બચવું કઈ રીતે તેની જાગૃતિ લાવવાની જરૂર છે.

ડરને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને તેથી વાયરસ તમારા શરીર પર સરળતાથી અસર કરી શકે છે.હવે કોરોના વાયરસના લક્ષણો છે કે સામાન્ય શરદી-તાવના લક્ષણો છે તે કેવી રીતે જાણવું? કોરોના વાયરસના લક્ષણો સામાન્ય શરદી-તાવ જેવા જ હોય છે.જો તમને થોડા ઘણા શરદી-તાવ જેવા લક્ષણો દેખાય તો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો જરૂરી નથી. તેને મટાડવા અંતે સામાન્ય દવાઓ લઈને વધારે માત્રામાં પ્રવાહી લેવું.

હવે મહત્વની વાત કરીએ: જો તમને વધારે તાવ હોય અને સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.જો તમારા નાકમાંથી પાણી નીકળતું હોય, શરદી-ઉધરસ અને તાવ હોય તો સલાહથી દવા લઈ લો અને આરામ કરો.કોરોના વાયરસ જીવલેણ જ છે તેવું પણ નથી, પરંતુ તેની યોગ્ય સમયે સારવાર થવી જ જોઈએ નહીં તો તે ખુબ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે.

અત્યાર સુધીના કેસમાં જાણવા મળ્યું છે કે મોટા ભાગના વૃદ્ધ વ્યક્તિ જ કોરોના વાયરસનો શિકાર બન્યા છે.જે લોકોને ડાયાબિટીસ, શ્વાસ ની તકલીફ જેવા રોગ હોય તેમણે ખાસ કાળજી રાખવી જોઈએ. વધુ તકલીફ દેખાય તો કોઈ નુસખા અજમાવ્યા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.હાલ સોશિયલ મીડિયામાં અવનવા નુસખા લોકો મુક્ત હોય છે પરંતુ તે કોરોના વાયરસ પર અસર કરશે નહીં.ડોક્ટરોના જણાવ્યા મુજબ કોરોના ની રસી બનતા જ 8-10 મહિનાનો સમય લાગી જશે. ત્યાં સુધી જાતે જ કાળજી રાખો અને લોકોને જાગૃત કરો.

વાયરસથી બચવા માટે, હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોવા જોઈએ.આંખ, નાક, મોં ને બિનજરૂરી અડવું ન જોઈએ. કોઈ સાથે હાથ ન મિલાવવા, ઉધરસ-છીંક ખાતી વખતે મોં આડે રૂમાલ રાખવો જોઈએ. જાહેર સ્થળોએ જતી વખતે માસ્ક પહેરવું જોઈએ.