કોરોનાના 17 હજાર કેસ પછી હવે સરકાર જાગી ? તાબડતોબ બેઠક બોલાવી, હવે કાબૂમાં લેવા માટે આ કવાયત હાથ ધરી,

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે,સાથે કોરોનાના કેસ પણ દિવસે-દિવસે વધતાં જાય છે.જણાવી દઈએ કે એક જ દિવસના ૧૭ હજારથી વધુ કેસ નોંધાતા કોવિડ ટાસ્ક ફોર્સે આ મામલે સરકારને મદદરૂપ થવા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની બેઠક યોજાઇ હતી.

કોરોના સંક્રમણને નિયંત્ર-સારવાર સૂચનો માટે માંગણી કરાઇ હતી.સરકારને મદદરૂપ થવા રચાયેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,નિમિષાબહેન તેમજ એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સના સભ્યો ડૉ. વી. એન. શાહ, આર.કે. પટેલ,સુધીરભાઇ શાહ,અમીબહેન પરીખ,તુષાર પટેલ,અતુલ પટેલ અને દિલીપ માવલંકરે કોરોના દર્દીના અનુભવો અને આગામી દિવસોની સંભવિત સ્થિતીના તારણો રજૂ કર્યા હતા.

મુખ્યમંત્રી પણ આ એક્સપર્ટ તબીબો સાથે સમયાંતરે બેઠક યોજી તેમના અનુભવનું માર્ગદર્શન મેળવશે અને તે મુજબ સારવાર,ટ્રિટમેન્ટ પ્રોટોકોલ, ટેસ્ટીંગ, ટ્રેસિંગ વગેરેમાં હોસ્પિટલાઇઝેશન ગાઇડલાઇન્સ વગેરેમાં જરૂરિયાત મુજબ સુધારા-વધારા પણ કરશે તેમ જણાવ્યુ હતું.

સાથે પોલીસ,રાજકીય આગેવાનો,અધિકારીઓ અને તબીબો એમ તમામે મળીને કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં ટાસ્કફોર્સે ગુજરાત સરકારને એમ પણ કહ્યું કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં લેબ છે ત્યાં જિનોમ સિક્વન્સિંગ સતત થતું રહેવું જોઇએ.

આ બેઠકમાં ઉપસ્થિત ટાસ્કફોર્સના સર્વે તબીબોએ જણાવ્યુ કે રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણ વધે નહીં તે માટે જનજાગૃતિ અને સતર્કતા અંતર્ગત માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ,સેનિટાઇઝર અપનાવવા અને વારંવાર હાથ ધોવા તથા ભીડભાડ વાળી જગ્યા-પ્રસંગોથી દૂર રહેવાની જાગૃતિ રાખવી એ બાબતે પણ જાણ કરી હતી.સાથે એમ પણ જણાવ્યુ હતું કે રાજ્યમાં હજુ બાકી રહેલ લોકોને ઝડપથી વેક્સિનેશન કરવામાં આવશે,તેમ પણ જણાવ્યુ હતું.