કોરોનાને લઈને મોટા રાહતના સમાચાર, બેકાબૂ થયેલ કોરોના ધીમો પડ્યો ? જુઓ આંકડા,
કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે,થોડા દિવસ પહેલા કોરોનાના કેસ વધતા જતા હતા,હવે વાત કરીએ તો કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જાહેર કરેલ આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૨.૫ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.
તે જ સમયે,દેશમાં ૨૨ લાખથી વધુ કોરોના એક્ટિવ કેસ છે.આ પહેલા સોમવારે દેશમાં કોરોનાના ૩ લાખ ઉપર કેસ નોંધાયા હતા.તેની સરખામણીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જાહેર કરેલ આંકડા મુજબ કેસોમાં ઘટાડો નોંધાયો છે.
સમાચાર અનુસાર જણાવીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૨,૫૫,૮૭૪ નવા કેસ નોંધાયા છે,તેની સામે ૨,૬૭,૭૫૩ લોકો સ્વસ્થ થયા છે,જ્યારે ૬૧૪ લોકોના કોરોનાને કારણે મોત થયા છે.દેશમાં અત્યાર સુધીમાં ૪,૯૦,૪૬૨ લોકોના કોરોનાથી મોત થયા છે.
હાલ દેશમાં ૨૨,૩૬,૮૪૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૭૧ કરોડ ૮૮ લાખ કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે.વધુમાં જણાવીએ તો દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૬૨ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે.