ભારતમાં કોરોનાવાઇરસ ની એન્ટ્રી? ચીનથી આવેલા એક યુવાનને લક્ષણો દેખાતા દાખલ કરાયો, તમે પણ સાવધાની રાખજો
ચીનમાં કોરોના વાયરસથી 80 લોકોના મોત થઇ ચુક્યા છે.ચીનમાં હાલ મેડિકલ ઇમર્જન્સી જેવા હાલ થયા છે ત્યારે રવિવારે ઉત્તર અમેરિકામાં પણ 5 લોકોને આ વાઇરસના લક્ષણો જોવા મળ્યા હતા. ભારતમાં પણ એરપોર્ટ પર ચીનથી આવતા મુસાફરો ને ખાસ તપાસવામાં આવી રહયા છે. એવામાં વુહાનમાં અભ્યાસ કરતા રાજસ્થાનના એક યુવકને કોરોનાવાયરસના લક્ષણો દેખાતા તેને સારવાર માટે હોપિટલ ખસેડાયો છે.
અન્ય દેશોમાં પણ ચીનથી આવતા લોકોની તપાસ થઇ રહી છે.જયપુરના એસએમએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ એ એક દર્દીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં હોવાની વાત કરી છે. દર્દીના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.વિદેશ વિભાગ દ્વારા રવિવારે જાહેર કરાયું છે કે, ચીનમાં રહેતા કોઈપણ ભારતીય ને આ વાઇરસની અસર નથી.
ચીનમાં મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે.ચીનની બહાર થાઈલેન્ડમાં 5, ઓસ્ટ્રેલિયામાં 4, તાઈવાન, સિંગાપોર, તેમજ મલેશિયામાં પણ કોરોના વાઇરસના દર્દીઓ સામે આવ્યા છે.ચીનમાં 24 કલાકમાં 769 નવા કેસ નોંધાયા છે. ફક્ત હુબેઈ રાજ્યમાં જ કોરોના વાઇરસના 1423 કેસ નોંધાયા છે. ચીને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા વુહાન શહેરને લોકડાઉન કરી દીધું છે.
વુહાનમાં લગભગ 600 થી 700 ભારતીય વિધાર્થીઓ અભ્યાસ કરે છે. હાલ રજાઓમાં તેઓ ભારત પરત આવતા હોવાથી ચિંતાનો વિષય છે.એવામાં જ જયપુરના એક યુવક ને કોરોના વાઇરસના લક્ષણો દેખાતા તંત્ર પણ સચેત થઇ ગયું છે.વાઇરસ દેશમાં ન ફેલાય એ માટે એરપોર્ટ પર સઘન મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે.