);});
Corona VirusIndia

ભાઈને મળવા ગઈ આ ડોક્ટર પણ સોસાયટીવાળા એ પ્રવેશવા ન દીધી, પછી થયું આવું

હાલ દેશમા કોરોના મહામારી ના સમયે ડોકટરો, આરોગ્ય કર્મચારીઓ તેમજ પોલીસ સતત લોકોની સેવામાં વ્યસ્ત છે છતાં ઘણા લોકો આવા કોરોના વોરિયર્સનું અપમાન કરતા હોય છે. અગાઉ ઘણા કિસ્સા સામે આવ્યા હતા જેમાં ટેસ્ટ કરવા ગયેલ આરોગ્ય વિભાગની ટિમ પર હુમલો કરવામાં આવ્યો હતો.પોલીસ સાથે પણ લોકો માથાકૂટ કરતા હોય છે પણ આ કોરોના વોરિયર્સ 24 કલાક લોકોની સેવામાં લાગેલા હોય છે તેવી સામાન્ય સમજ પડતી નથી. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

હૈદરાબાદ પોલીસે રહેણાંક એપાર્ટમેન્ટ સોસાયટીના કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે. આરોપ છે કે આ લોકોએ મહિલા ડોક્ટર ને બિલ્ડિંગમાં આવતાં અટકાવ્યાં હતાં. આ ડોક્ટર હૈદરાબાદની કોવિડ -19 હોસ્પિટલમાં કાર્યરત છે.પોલીસે આઈપીસીની કલમ 188, 341, 509 અને 506 હેઠળ ગુનો નોંધ્યો હતો. તબીબી સેવાઓથી સંબંધિત લોકોએ આ મુદ્દો તેલંગણાના આરોગ્ય પ્રધાન ઇ રાજેન્દ્રની સામે ઉઠાવ્યો.

સંબંધિત ડોકટરે શુક્રવારે સાંજે વનસ્થાલીપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં મહિલા ડોકટરે દાવો કર્યો છે કે બુધવારે એપાર્ટમેન્ટ રેસિડેન્ટ એસોસિએશનના લોકોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. આ પછી, બિલ્ડિંગમાં પ્રવેશની મંજૂરી નહોતી. ડોકટર ઓર્થોપેડિક સર્જન છે. તે એ જ બિલ્ડિંગમાં રહેતા તેના ભાઈને મળવા આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં રહેતા લોકોએ કોઈ પણ બહારના વ્યક્તિને સોસાયટી બિલ્ડિંગમાં આવવાની મનાઈ ફરમાવી દીધી છે, જેના કારણે મહિલા ડોક્ટર સાથે માથાકૂટ થઈ હતી.