Corona VirusIndia

કોરોના મહામારી ને લીધે નોકરી પર સંકટ: મોદી સરકાર 24 મહિના સુધી આપશે આટલા રૂપિયા

કોરોના સંકટને કારણે દેશની અર્થવ્યવસ્થા ખરાબ થઈ છે. આ સ્થિતિમાં સંકટનાં વાદળો લોકોની નોકરી ઉપર ઝૂમી રહ્યા છે. ઘણી કંપનીઓએ કર્મચારીઓને છુટા પણ કરી દીધા છે ત્યારે હવે કર્મચારીઓની હાલત ખરાબ થઇ શકે તેમ છે.

જો તમને પણ નોકરી સંબંધિત કોઈ સમસ્યા આવી રહી છે તો આ સમાચાર તમારા માટે છે.કેન્દ્ર સરકારની એક યોજના છે, જે હેઠળ બેરોજગારીના કિસ્સામાં કર્મચારીને 24 મહિના સુધી પૈસા મળશે. ચાલો જાણીએ આ યોજના વિશે વિગતવાર..

મોદી સરકારની આ યોજનાનું નામ છે “અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના”. આ યોજના અંતર્ગત જો તમારી નોકરી છીનવાઈ ગઈ છે તો સરકાર બે વર્ષ માટે આર્થિક સહાય આપવાનું ચાલુ રાખશે. આ આર્થિક સહાય દર મહિને આપવામાં આવશે. બેરોજગાર વ્યક્તિને છેલ્લા 90 દિવસની સરેરાશ આવકના 25 ટકા જેટલો આ લાભ આપવામાં આવશે. જેમણે કોરોના સંકટને કારણે નોકરી ગુમાવી હશે તે જ લોકોને આ લાભ આપવામાં આવશે.

આ યોજનાનો લાભ સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ મેળવી શકશે, જેઓ ઇએસઆઈસી સાથે વીમો મેળવ્યો છે અને બે વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. આ સિવાય આધાર અને બેંક એકાઉન્ટ ડેટા બેઝ સાથે કનેક્ટ પણ હોવું જોઈએ.જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે પહેલા ESIC વેબસાઇટ પર જવું પડશે અને અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે નોંધણી કરાવવી આવશ્યક છે.

ખોટા આચરણને કારણે જે લોકોને કંપનીમાંથી હટાવવામાં આવ્યા હોય તે લોકોને યોજનાનો લાભ મળશે નહીં. આ સિવાય જે કર્મચારીઓ પર ગુનાહિત કેસ હોય અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તેમને આનો લાભ મળશે નહીં.