આ દેશમાં 1 વર્ષ સુધી કોરોના વાયરસ ખતમ નહીં થાય, 80% વસ્તી ને થશે અસર
યુનાઇટેડ કિંગડમ (યુકે) એટલે કે ગ્રેટ બ્રિટન, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં કોરોના વાયરસ આવતા વર્ષે વસંત ઋતુ સુધી રહેવાની સંભાવના છે. જો આ આગાહી સાચી પડશે તો યુકેમાં 79 લાખ લોકો આ વાયરસથી પ્રભાવિત થશે એટલે કે હોસ્પિટલ પહોંચશે. આ ભયાનક માહિતી યુકે રાષ્ટ્રીય આરોગ્ય સેવા ના અધિકારીઓની બેઠકમાં સામે આવી છે. આ બેઠકની વાતચીતનો ગાર્ડિયન અખબારમાં ખુલાસો થયો છે.
એનએચએસના વડાએ આ બેઠકમાં સંમતિ દર્શાવી છે કે વાયરસને નાબૂદ કરવામાં હજી વધુ એક વર્ષનો સમય લાગશે. કારણ કે યુરોપના કોરોના વાયરસમાં રહેલાસ્ટ્રેન ઘણા મોટા અને મજબૂત બન્યા છે. યુકે સરકાર અને વહીવટીતંત્રને તેને રોકવામાં લગભગ 12 મહિનાનો સમય લાગશે.
એનએચએસ મુજબ, યુકેની અંદરના તમામ દેશોના આરોગ્ય વડાઓ પણ સંમત થયા છે કે આવતા વર્ષે 2021 ના વસંત સુધીમાં યુકેની આખી વસ્તીના 80 ટકા લોકો વાયરસથી ચેપ લાગશે.યુકે સરકારના મુખ્ય આરોગ્ય સલાહકાર પ્રોફેસર ક્રિસ વિટ્ટીએ આ બેઠકમાં સ્પષ્ટ કર્યું કે વસંત 2021 સુધીમા, આખા યુકેમાં દર પાંચ પુરુષોમાંથી ચોથા પુરુષને કોરોના નો ચેપ લાગશે.
બેઠકમાં જે દસ્તાવેજના આધારે વાત કહેવામાં આવી છે તેમાં આગામી 12 મહિનામાં યુકેની 80 ટકા વસ્તી કોવિડ 19 કોરોના વાયરસથી સંક્રમિત થઈ જશે. સમગ્ર વસ્તીના 15 ટકા લોકો હોસ્પિટલોમાં દાખલ હશે.આ બેઠક પછી ગ્રેટ બ્રિટન, વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તર આયર્લેન્ડના ઉચ્ચ અધિકારીઓને ચેતવણી આપવામાં આવી છે. તે બધાને કહેવામાં આવ્યું છે કે તેઓએ દેશની ખરાબ પરિસ્થિતિમાં તૈયાર રહેવું પડશે.
યુનિવર્સીટી ઓફ ઇસ્ટ ઇંગ્લીયાના મેડિસિનના પ્રોફેસરે જણાવ્યું હતું કે યુકેમાં વાયરસ કદાચ 12 મહિના સુધી ટકી રહેશે. આના કારણે લોકો પરેશાન થશે. પરંતુ મને સરકારે જાહેર કરેલા ડેટા પર શંકા છે. નોંધપાત્ર વાત એ છે કે હાલમાં યુકેમાં 1391 કોરોના ના ચેપના કેસ છે. 35 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાને ઇંગ્લેંડમાં 1099, સ્કોટલેન્ડમાં 153, વેલ્સમાં 94 અને ઉત્તર આયર્લેન્ડમાં 45 લોકોને ચેપ લાગ્યો છે.