પતિની આ આદતથી પરેશાન થઇ ગઈ મહિલા, દરરોજ રાત્રે જબરજસ્તી, કેસ પહોંચ્યો કોર્ટમાં
લગ્નના અમુક વર્ષો પછી પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધ બનવાના ઓછા થઇ જતા હોય છે અથવા તો ઘણીવાર બંધ થઇ જતા હોય છે. અમુક પત્નીઓ દુઃખી રહે છે તેની પાછળ આ કારણ પણ હોય છે. અમુક મહિલાઓ તો આ કારણને લીધે બીજા કોઈ પુરુષ સાથે અફેર પણ શરુ કરી દેતી હોય છે. પણ આજે અમે એક એવી મહિલા વિષે જણાવશું કે જે પોતાના પતિની સેક્સની આદતને લીધે છૂટાછેડા લેવા માટે તૈયાર થઇ છે.
મહિલાનું કહેવું છે કે તેના લગ્નને 14 વર્ષ થયા છે. તેનો પતિ દરરોજ તેના પર સેક્સ માટે દબાણ કરે છે. જ્યારે તેણી ના પાડે છે, ત્યારે તે તેના પર દબાણ કરે છે. મહિલાને પહેલાથી જ 3 બાળકો છે. પરંતુ પતિ દરરોજ તેની પાસે આવે છે અને બળજબરીથી સેક્સ માણે છે. હવે મહિલાનું કહેવું છે કે પતિનું સેક્સનું આ ગાંડપણ એક દિવસ તેને મારી નાખશે.
મહિલાએ આ સમસ્યા કોર્ટ સમક્ષ મૂકી છે. તેણે તેના પતિથી છૂટાછેડા માટે અરજી કરી છે. આ સમગ્ર મામલો નાઈજીરીયાનો છે. ‘પ્રીમિયમ ટાઈમ્સ નાઈજીરિયા’ અનુસાર, ઓલામાઈડ લાવલ નામની મહિલા તેના પતિ સાહીદ લવાલની વધુ પડતી સેક્સ કરવાની આદતથી પરેશાન છે. તેનાથી કંટાળીને તેણે 7 જાન્યુઆરીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે.
મહિલાના પતિ એ એક ફેશન ડિઝાઈનર છે. તેને દારૂ પીવાની બહુ ખરાબ આદત છે. મહિલાનો આરોપ છે કે પતિ દરરોજ દારૂ પીને આવે છે અને તેની સાથે જબરજસ્તી સેક્સ કરે છે. જો તે ના કહે છે તો તે નશામાં તેની સાથે મારપીટ કરે છે. મહિલાએ કોર્ટને વિનંતી કરી છે કે તેના પતિને તેના ફ્લેટ પર આવવા દેવામાં આવે નહિ.
મહિલાએ કોર્ટમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે પતિ તેનો ખર્ચ પણ ચૂકવતો નથી. આટલા બધા આરોપો વચ્ચે પતિ સાહીદ લવાલે કોર્ટમાં પોતાના બચાવમાં કહ્યું હતું કે તે હવેથી દારૂ પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દેશે. આ સાથે તેણે બાળકોની સંભાળ રાખવા માટે પણ સંમતિ આપી હતી.
બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે મામલાની સુનાવણી 1 માર્ચ સુધી મુલતવી રાખી છે. આ દરમિયાન કોર્ટે પતિ-પત્નીને શાંતિ જાળવવા કહ્યું છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. મોટાભાગના લોકો મહિલાઓની તરફેણમાં બોલી રહ્યા છે. બાય ધ વે, આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે, અમને કોમેન્ટ કરીને જણાવો. તમારા મતે આ કેસનો યોગ્ય ઉકેલ શું છે?