GujaratSaurashtraSurendranagar

મંદબુદ્ધિની બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમને કોર્ટે સંભળાવી સજા, આ રીતે લડવામાં આવ્યો હતો કેસ

આ કળિયુગના સમયમાં કોઈ પણ સુરક્ષિત જણાઈ રહ્યું નથી. જે દેશમાં હત્યા, લૂંટફાટ, અત્યાચાર ગેંગરેપ અને મહિલાઓ સાથે છેતરપિંડીના કેસો સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દેશમાં નાની બાળકીઓથી લઈને મોટી યુવતીઓ પણ સુરક્ષિત નથી ત્યારે હવે મંદ બુદ્ધિની યુવતી બાળકીઓ પણ આ ઝપેટમાં આવી રહી છે. જેને લઈને આવા અનેક બનાવો સામે આવી ગયા છે. જે અગાઉ મંદ બુદ્ધિની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેને લઈને હવે આજે કોર્ટે તેનો નિર્ણય સંભાળવ્યો છે.

સુરેન્દ્રનગરની કોર્ટ આ દુષ્કર્મ આચરનાર નરાધમને એક લાખ રૂપિયા દંડ અને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે સુરેન્દ્રનગર જિલ્લામાં 2017 ના વર્ષમાં થાનગઢ પંથકની મંદબુદ્ધિ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ દુષ્કર્મ પપ્પુ ઉર્ફે ભવાન નામના શખ્સ દ્વારા તે મંદબુદ્ધિની બાળકી લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

જો કે આ પહેલા આ મંદબુદ્ધિ બાળકી નું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર શહેરની ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ મામલે સરકારી વકીલ દ્વારા કેસ લડવામાં આવ્યો હતો. જે કેસ સાત વર્ષ સુધી ચાલ્યો હતો. જે ફરિયાદમાં આ બાળકી મંદબુદ્ધિની હોવાને કારણે સ્પેશિયલ વન રેબલ વિટનેસ રૂમ બનાવીને ખાસ કેસ ચલાવવામાં આવ્યો હતો.

આ દરમિયાન બાળકીને ઢીંગલી બતાવીને અને તેની સાંકેતિક ભાષામાં જુબાની લેવામાં આવી હતી. અને ત્યારે આ જુબાની પર ડિસ્ટ્રીક્ટ કોર્ટના મુખ્ય જજ દ્વારા બાળકી સાથે અપહરણ સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં 10 વર્ષની અપહરણની કેદ સંભળાવવામાં આવી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે