ક્રૂડ ઓઈલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો: પાણીની બોટલ કરતા પણ અનેક ગણી ઓછી થઈ કિંમત
કોરોના વાયરસના વિશ્વવ્યાપી ચેપને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. ન્યુ યોર્કમાં ક્રૂડ ઓઇલના ભાવમાં હજુ સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.20 એપ્રિલના રોજ ન્યુ યોર્ક ઓઇલ માર્કેટમાં અરાજકતા જોવા મળી હતી. અહીં તેલના ભાવ એટલા ઘટી ગયા કે કાચુ તેલ પાણીની બોટલ કરતા પણ સસ્તું થઇ ગયું છે. જણાવી દઈએ કે કાચા તેલના ભાવમાં ઘટાડો મે મહિનામાં થનારી સપ્લાય માટે છે.
યુ.એસ. બેંચમાર્કમાં રેકોર્ડ બ્રેક ઘટાડો થતા મે માટે તેલના ભાવ ઘટીને 1.50 ડોલર પ્રતિ બેરલના તળિયે ગયા. એક દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આ 90 ટકાનો ઘટાડો હતો. જણાવી દઈએ કે મે મહિનામાં ક્રૂડ તેલની સપ્લાય માટેનો કરાર 21 એપ્રિલના રોજ પૂરો થવાનો છે, પરંતુ તેલ ખરીદનારા મળી રહ્યા નથી. કારણ કે વિશ્વની મોટી વસ્તી હાલમાં ઘરોમાં બંધ છે અને વિશ્વના ઘણા દેશો તેલનો ઉપયોગ કરી રહ્યા નથી.
ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં ભાવોમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે ન્યૂયોર્કમાં યુએસ બેંચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટમાં મે માટે ક્રૂડ ઓઇલના કરાર 301.97 ટકા તૂટ્યા અને બેરલ 36.90 પર અટકી ગયા. મે મહિનામાં પૂરા પાડવામાં આવતા ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ મહત્તમ 17.85 ડોલર અને ઓછામાં ઓછા -36 ડોલર હતા. આખરે બજાર પ્રતિ બેરલ -37.63 પર બંધ થયું. ન્યૂયોર્કમાં ક્રૂડ ઓઇલના ભાવ માઇનસમાં ગયા હોય એવી આ પહેલી ઘટના છે.
ક્રૂડ ઓઇલના ભાવ નીચે જવાનો અર્થ એ નથી કે આજે કે કાલે તેલ સસ્તુ થયું છે. મે મહિનામાં ક્રૂડ તેલની સપ્લાય માટે જે કરાર આપવામાં આવે છે તે હવે નેગેટિવમાં જતા રયા છે. તેલ વેચનાર વિશ્વના દેશોને તેલ ખરીદવા કહે છે, પરંતુ તેલ ખર્ચ કરનારા દેશોને તેની જરૂર નથી કારણ કે તેમની અબજો વસ્તી ઘરોમાં બેઠી છે, તેથી તેઓ તેલ ખરીદતા નથી.