Ajab Gajab

ક્યૂટ બાળકનો ગીત ગાતો વિડિઓ તમે પણ જોશો વારંવાર, શેર જરૂર કરજો

સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે જ્યાં વિશ્વભરના અનેક લોકો પોતાના ટેલેન્ટ રિલેટેડના વિડિઓ બનાવે છે અને ઘણા વિડિઓ અને પોસ્ટ જોવે પણ છે. આપણે બધા જાણીએ જ છીએ કે આપણા દેશમાં ખુબ જ ટેલેન્ટેડ લોકો રહે છે. સોશિયલ મીડિયા એ બધા માટે એક આશીર્વાદ સમાન બની રહ્યું છે. આજે માતા પિતા સોશિયલ મીડિયા પર પોતાના બાળકોના અવનવા વિડિઓ શેર કરતા હોય છે. આજે અમે તમને એવો જ એક ક્યૂટ બાળકનો વિડિઓ જણાવી રહ્યા છે.

આ વિડીઓમાં જોઈ શકાય છે કે પ્લે સ્કૂલમાં ભણી રહેલ આ ક્યૂટ સ્ટુડન્ટ એ પોતાની ટીચર સામે ગીત ગાઈ રહ્યો છે. ગીત ગાતા ગાતા એ બાળક વિડીઓમાં કાંઈક કરે છે કે તમે તમારું હસવું રોકી શકશો નહિ. પછી આ બાળક ફરીથી ગીત ગાવાનું શરુ કરે છે. આ વાયરલ વીડિયોમાં તમે બધા એક સુંદર બાળક જોઈ શકો છો. આ બાળક ખૂબ જ સુંદર છે. એટલું જ નહીં પરંતુ આ બાળકનો અવાજ પણ ખૂબ જ મધુર છે. તે પોતાના સુરીલા અવાજમાં ગીત ગાતો જોવા મળી રહ્યો છે. આ સુંદર બાળકનો અવાજ એટલો મધુર છે કે તે કોઈપણનું મન મોહી શકે છે. બાળકે તેના મેડમને મંત્રમુગ્ધ કરી દીધા છે અને તેના ગીતથી બાળકે મેડમને પ્રભાવિત કર્યા છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો ભલે થોડી સેકન્ડનો છે પરંતુ લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ ક્લાસ રૂમમાં બેઠા છે. તેમાંથી લગભગ 4 વર્ષનો વિદ્યાર્થી મેડમ પાસે ઉભો જોવા મળે છે. પછી મેડમ તેને ગીત મોટેથી ગાવાનું કહે છે અને આ સાંભળીને વિદ્યાર્થી ‘ગુલાબી આંખે જો તેરી દેખી’ ગીત ગાવાનું શરૂ કરે છે.

આ વિડીઓમાં આ બાળકનો એટીટ્યુડ જોવા જેવો છે અને વચ્ચે એવું કાંઈક થાય છે તે જોઈને તમે પણ હસવા લાગશો. વિડીઓમાં બાળક વચ્ચે જ ગાતા ગાતા અટકી જાય છે અને પોતાના દાંતના દુખાવા માટે ફરિયાદ કરવા લાગે ચ ત્યારે ટીચર બાળકને ગીત ગાવા પર ધ્યાન આપવા કહે છે અને પછી એ બાળક ફરીથી ગીત ગાવાનું શરુ કરી દે છે. આ વિડિઓ આજે લગભગ અઢળક લોકોના ફોનમાં ફરી વાળ્યો છે અને લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે.