આણંદ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર ગઈ કાલે વધુ જોવા મળી હતી. શુક્રવારના રોજ બપોરના12 વાગ્યા પછી જિલ્લાની વાતાવરણ પલટાયું હતું. આણંદ અને ખેડા જિલ્લામાં સરેરાશ 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. ક્યારેક તો પવનના ઝાટકા આવતા 80 કિલોમીટરની ઝડપ પણ નોંધાઇ હતી. જેના કારણે જેટલું નુકશાન અગાઉ નતું થયું તેટલું નુકશાન ગઈકાલ શુક્રવારના રોજ થયું હોવાનું આધારભૂત વર્તુળોએ જણાવ્યું છે. ભારે ઝડપથી પવન ફૂંકાવવાના કારણે બોરસદ તાલુકાના પામોલ અને બનેજડા નામના ગમે 2 યુવકોના મોત થયા છે. જ્યારે બોરસદ શહેરમાં આવેલ મહાકાળી મંદિર નજીક એક આધેડને હવામાં ઉડીને આવેલ પતરું માથામાં વાગતા તેને ખૂબ જ ગંભીર ઇજા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા વાવાઝોડાને લઈને સબસલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ હકીકત કઈક જુદી જ છે. આણંદના રાહતલાવ નામના ગામ ખાતે ચાર કાચા મકાનના છાપરા ઉડતાં 2 બાળકો સહિત 6થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો પેટલાદ, બોરસદ, સોજીત્રા અને આણંદમાં 35થી પણ વધારે વધુ કાચા પાકા મકાનોની દિવાલો ધરાશાયી થવાના તેમજ પતરાં ઉડવાના બનાવ બનવાના કારણે ભારે નુકસાન થયું છે. 260થી પણ વધારે વૃક્ષો આણંદ જિલ્લામાં ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, બોરસદ તાલુકાના બનેજડા નામના ગામે સીમ વિસ્તારમાં વસવાટ કરતા 25 વર્ષની ઉંમરના મહેશભાઈ નટુભાઈ સિંધા તેમના ઘરમાં જ ઘરમાં શોર્ટ સર્કિટ થતા મૃત્યુ પામ્યા છે. તો બીજી બાજુ બોરસદ તાલુકા ખાતે આવેલ પામોલ નામના ગામના ઓમ તલાવડી વિસ્તારમાં 22 વર્ષની ઉંમરના અનંત કનુભાઈ ઠાકોર તેમના અગાસીમાં નવી જ ચણેલ પેરાફીટને તપાસવા ગયા ત્યારે વધુ ઝડપથી પવન ફૂંકાવવાને કારણે તેઓ નીચે પટકાતા તેમ એ તાત્કાલિક અસરથી સારવાર માટે લઈ જતા હતા તે દરમિયાન તેઓનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.