×
Advertisement
GujaratMadhya Gujarat

દાહોદમાં પરિણીતાને પ્રેમ કરવો પડ્યો ભારે, પતિ અને ગ્રામજનોએ આપી તાલીબાની સજા

દાહોદ જિલ્લાથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લામાં પ્રેમી-પંખીડાઓને ખરાબ હાલત થઈ છે. દાહોદ જિલ્લામાં એક પરિણીત મહિલાને પરપુરુષને પ્રેમ કરવો ભારે પાડ્યો છે. કેમકે ગ્રામજનો અને તેના પતિ દ્વારા મહિલાને સરેઆમ તાલીબાન સજા આપવામાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે મહિલાને મારતો હોવાનો એક વિડીયો પણ વાયરલ થયો છે.

તમને જણાવી દઈએ કે, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પરિણીતાને પ્રેમ કરવાની તાલિબાની સજા આપવામાં આવી છે. આ મામલામાં જાણકારી સામે આવી છે કે, પરિણીતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને થોડા દિવસ પછી પરત આવી જતા આ મહિલાના પતિ અને ગ્રામજનો દ્વારા જાહેરમાં ઢોર માર મારવામાં આવી હતી.

તેની સાથે પરિણીતાના પતિ તેમજ અન્ય ટોળા દ્વારા પરિણીતાને જમીન પર ઢસડેવામાં આવી રહી હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. મહિલા દ્વારા પહેરવામાં આવેલ સાડી કાઢીને તેના પ્રેમીના માથા પર બાંધી તેને માર મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સાથે મહિલાને અભદ્ર ગાળો પણ બોલવામાં આવી રહી હતી. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર આગની વાયરલ થઈ રહ્યો છે. જ્યારે આ વિડીયોને લઈને સમગ્ર લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પરિણીતાનો પતિ અને ગ્રામજનો પરિણીતાની સાડી પ્રેમીના માથા પર બાંધવામાં આવી અને પરિણીતાને ઢસડીને ચોકમાં લાવવામાં આવી હતી. ત્યાર બાદ મહિલાને અને તેના પ્રેમીને ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વીડિયોના આધારે ચાર વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.